મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની મોત મામલે રિયા અને તેમના પરિવારના સભ્યોની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરવામાં આવી રહી છે. સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા બિહાર પોલીસમાં રિયા પર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના આધારે કેન્દ્રીય એજન્સીઓ રિયા અને તેના પરિવારની તપાસ કરી રહી છે.
રિયાના કોલ ડિટેઇલ રેકોર્ડ અનુસાર, તેણે એક વખત આમિર ખાનને ફોન કર્યો હતો અને તે પછી સુપરસ્ટારે તેને ત્રણ SMS કર્યા હતા.
સુશાંતના મૃત્યુના મામલે અત્યાર સુધી બોલિવૂડના ત્રણ ખાન (સલમાન, શાહરૂખ અને આમિર) ના મૌન ખૂબ ચર્ચામાં છે અને હવે રિયાના કોલ રેકોર્ડ્સમાં આમિર ખાનનું નામ સામે આવ્યું છે.
કોલ રેકોર્ડ્સ બતાવે છે કે, રિયાએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને 30 કોલ કર્યા હતા, જ્યારે તેના તરફથી 14 કોલ્સ આવ્યા હતા. બંને વચ્ચે બે SMS એક્સચેંજ પણ થયાં હતા.
સીડીઆરએ એમ પણ બહાર પાડ્યું હતું કે, રિયાએ ફિલ્મ ‘આશિકી 2’ ફેમ સ્ટાર આદિત્ય રોય કપૂરને 16 વાર કોલ કર્યા હતા, જ્યારે કપૂરે તેને સાત કોલ કર્યા હતા.
રિયાએ શ્રદ્ધા કપૂરને ત્રણ વાર ફોન કર્યા હતા, જ્યારે શ્રદ્ધાએ રિયાને બે વાર ફોન કર્યો હતો. રિયાએ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના અભિનેતા સન્ની સિંહ સાથે પણ સંપર્કમાં હતી. રિયાએ તેને સાત વાર ફોન કર્યો, જ્યારે સિંહે તેને ચાર વખત ફોન કર્યો હતો. 'બાહુબલી' માં અભિનય કરનાર રાણા દગ્ગુબાતી પણ રિયાના સંપર્કમાં હતા. રિયાએ તેને સાત વાર ફોન કર્યો અને તેણે રિયાને ચાર વાર ફોન કર્યા હતા.
ડાન્સ કોરિયોગ્રાફર સ્વર્ગીય સરોજ ખાન પણ રિયાના સંપર્કમાં હતા. કોલ રેકોર્ડ અનુસાર, રિયાએ સરોજ ખાનને ત્રણ વાર ફોન કર્યો, જ્યારે સરોજે તેને બે વાર ફોન કર્યા હતા. બંને વચ્ચે એક SMS પણ શેર કરાયો હતો.
સીબીઆઇએ વધુમાં ખુલાસો કર્યો કે, રિયા મહેશ ભટ્ટના સંપર્કમાં પણ હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, ભટ્ટે રિયાને સાત વાર ફોન કર્યો, જ્યારે રિયાએ ભટ્ટને નવ વાર ફોન કર્યા હતા. ઇડીએ રિયા તેમજ તેના પરિવાર અને તેમની સાથે સંકળાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી છે. સોમવારે સીબીઆઈની ટીમે સુશાંતના પિતા અને તેની મોટી બહેન રાની સિંહનું નિવેદન પણ નોંધ્યું છે.