ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ફરી થઈ સક્રીય - રિયા ચક્રવર્તી

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ધીમે ધીમે સામાન્ય જીવ જીવવાનો પ્રયત્ન કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસ પછી સતત આરોપોનો સામનો કરી રહેલી રિયા હવે ફરી લોકોની વચ્ચે જવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ રિયા સોશિયલ મીડિયામાં પણ ફરી એક્ટિવ થઈ છે. રિયાએ હાલમાં જ રવિન્દ્રનાથ ટાગોરનું એક પુસ્તક 'ગીતાંજલી' વાંચતા પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ફરી થઈ સક્રીય
રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ફરી થઈ સક્રીય

By

Published : Apr 12, 2021, 8:52 AM IST

  • રિયાએ પુસ્તક વાંચતો ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર
  • ફોટોમાં રિયા રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક 'ગીતાંજલી' વાંચી રહી છે
  • રિયાના મિત્રો અને ફેન્સે રિયાના આ કમબેક અંગે ખુશી વ્યક્ત કરી

ન્યૂઝ ડેસ્કઃ રિયા ચક્રવર્તી ફરી એક વાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ચૂકી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રિયાએ કહ્યું કે, એક સવાલ અને એક અફસોસ ઓહ અને ક્યાં. આ સાથે જ રિયાએ રવિન્દ્રનાથ ટાગોરનું પુસ્તક 'ગીતાંજલી'ની કેટલીક પંક્તિ પણ શેર કરી હતી. રિયાના મિત્રો અને ફેન્સે રિયાના આ કમબેક અંગે ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃબોલીવુડ ડ્રગ્સ કેસઃ NCB રિયા સહિત 33 આરોપીના નામ સાથે રજૂ કરશે 30 હજાર પાનાની ચાર્જશીટ

સોશિયલ મીડિયા પર રિયાના ફેન્સે તેનું સ્વાગત કર્યું

ફેન્સે પણ રિયાએ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. એક યૂઝર્સે કહ્યું કે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહના. જ્યારે અન્ય એક યુઝર્સે રિયાના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સુશાંતસિંહ રાજપૂતના નિધન પછીથી રિયા પર અનેક આરોપો લાગ્યા હતા. તે સમય રિયા માટે ખૂબ જ મુશ્કેલ હતો. રિયાને સજા આપવાની પણ માગ કરવામાં આવી હતી. NCBએ રિયાની ધરપકડ પણ કરી હતી. એક મહિનો જેલમાં રહ્યા પછી રિયાને જામીન મળ્યા હતા.

આ પણ વાંચોઃરિયાની મુશ્કેલી ન વધતે એટલે 'ચેહરે' ફિલ્મના પ્રમોશનમાંથી તે ગાયબઃ નિર્માતા

ચહેરે ફિલ્મથી કમબેક કરશે રિયા

એક મહિના પછી જેલથી નીકળ્યા બાદ કહેવામાં આવતું હતું કે, રિયાનું ફિલ્મી કરિયર ખરાબ થઈ ગયું છે, પરંતુ થોડા દિવસ પહેલા જ રૂમી ઝાફરીની ફિલ્મ ચહેરેમાં રિયાની નાની ઝલક જોવા મળી હતી. ચહેરે રિયાને કમબેક મુવી છે પણ ફિલ્મમાં રિયાનો કેટલો રોલ છે તે તો ફિલ્મ આવ્યા પછી ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details