મુંબઇ: ચાલુ લોકડાઉન દરમિયાન રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ખૂબ સક્રિય રહે છે. તે રોજ નવા ફોટા અને વીડિયો અપલોટ કરતો હોય છે. આજે પણ રિતેશે તેના ચાહકો માટે એક ટિક ટોક વીડિયો પોસ્ટ કર્યો છે, જે તમને ભાવનાત્મક બનાવશે. મંગળવારે, રિતેશે આ વીડિયો દ્વારા તેમના દિવંગત પિતાને યાદ કર્યા હતાં.
અભિનેતાના પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. શ્રી વિલાસરાવ દેશમુખની 75મી જન્મજયંતિ છે. આ વિશેષ પ્રસંગે તેમને યાદ કરતા રિતેશે વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ખૂબ જ ભાવુક હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તે તેના પિતાને ખૂબ જ યાદ કરી રહ્યો છે અને તે પિતાના ડ્રેસને વળગીને ભાવુક થઈ ગયો. આ શેર કરેલા વીડિયોમાં સ્વ. વિલાસરાવ દેશમુખનો ડ્રેસને લઇ રીતેશ પિતાને યાદ કરે છે. વીડિયોમાં સ્વ. વિલાસરાવની તસવીર મૂકી છે અને તેના પર લખ્યું છે, 'હેપ્પી બર્થડે પાપા.' ફિલ્મ 'અગ્નિપથ'નું ગીત 'અભી મુઝ મેં કહી..' પણ વીડિયોમાં ચાલી રહ્યું છે.