મુંબઇ: ગઈકાલે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહ્યી દીધી. કોઈને પણ અપેક્ષા ન હતી કે કેન્સરની બીમારીની સામે લડાઇ લડી રહેલા ઋષિ કપૂર ફરી નહી આવે તેવી આશા પણ નહોતી. જેથી આ મૃત્યુના સમાચાર સાંભળી સૈ કોઇ ચોકી ગયા હતા.
તેમના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર બોલીવુડ શોકમાં છે. સોશિયલ મીડિયા પર સતત શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
બધા અભિનેતા અને ફિલ્મ નિર્માતાઓ તેમને યાદ કરીનેે લખી રહ્યાં છે. દરમિયાન સલમાન ખાને ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં માફી માંગી છે. સલમાને ટ્વિટ કરીને ચિન્ટુ સરને શ્રદ્ધાંજલિ આપી હતી. કુટુંબ અને મિત્રોને શક્તિ અને શાંતી આપે.
સલમાન અને ઋષિ વચ્ચેનો સંબંધ હંમેશા થોડો ખાટો અને મધુર રહ્યો છે. સલમાન સાથેના તેના સંબંધોમાં તણાવ કેટલાક વર્ષો પહેલા સોનમ કપૂરના લગ્ન સમયે આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ઋષિએ સોનમના લગ્નના રિસેપ્શનમાં સલમાનને આમત્રણ નહતુ આપ્યું. ઋષિને સલમાનની ભાભી સાથે પણ ઝઘડો થયો હતો.
બાદમાં સલમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જો કોઈ તેના પરિવારનો અથવા તેમનું અપમાન કરવાનું ચાલુ રાખે છે. તો તે તેમનો આદર નહીં કરે. ઉદ્યોગમાં એક કે બે પરિવાર એવા છે કે, જેમની પાસેથી તેને ક્યારેય માન કે, પ્રેમ મળ્યો નથી.