ગુજરાત

gujarat

ETV Bharat / sitara

RIP Sidharth Shukla: શહેનાઝ ગિલની હાલત જોઇને અલી ગોની થયો દુ:ખી, કર્યું ઇમોશનલ ટ્વીટ - બાલિકા વધુ

ગુરુવારે દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના ઘરની મુલાકાતે આવેલા ટેલિવિઝન અભિનેતા અલી ગોનીએ કહ્યું કે, 'બાલિકા વધુ' અભિનેતાની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલની હાલત જોઈને તે દિલથી દુ: ખી થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર, જ્યારે 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે શહેનાઝ તેની બાજુમાં હતી.

સિદ્ધાર્થ શુક્લાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે શહેનાઝ તેની બાજુમાં હતી
સિદ્ધાર્થ શુક્લાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે શહેનાઝ તેની બાજુમાં હતી

By

Published : Sep 3, 2021, 3:42 PM IST

  • 'બિગ બોસ-13' વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન
  • સિદ્ધાર્થના મોતથી શહેનાઝ ગિલ આઘાતમાં
  • સિદ્ધાર્થના મૃત્ય સમયે સાથે હતી શહેનાઝ
  • ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક લોકો દિવંગત અભિનેતાના ઘરે પહોંચ્યા

મુંબઈ: અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અકાળે થયેલા અવસાનથી સૌ કોઈને આઘાત લાગ્યો છે. આ શોક વચ્ચે તેના પરિવાર, ખાસ કરીને તેની માતા અને કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ વિશે ન વિચારવું ઘણું મુશ્કેલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ સાંત્વના આપવા માટે દિવંગત અભિનેતાના ઘરની ગુરૂવારના મુલાકાત લીધી હતી. અભિનેતા અલી ગોની પણ ત્યાં હાજર રહ્યો હતો.

સિદ્ધાર્થના ઘરેથી આવ્યા બાદ અલીએ કર્યું ટ્વીટ

સિદ્ધાર્થના ઘરેથી આવ્યા બાદ અલીએ પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માટે ટ્વવિટરનો સહારો લીધો હતો. તેણે શહેનાઝની સ્થિતિ વિશે પણ વાત કરી. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, 'જે ચહેરો હંમેશા હસતા જોયો, ખુશ જોયો, પરંતુ આજે જેવો જોયો બસ, દિલ તૂટી ગયું. સના હિંમત રાખ. #numb #heartbroken'

અંતિમ સમય સુધી સિદ્ધાર્થની સાથે રહી શહેનાઝ

સિદ્ધાર્થ અને શહેનાઝ, જેમને તેમના ચાહકો પ્રેમથી Sidnaazકહે છે, બંને બિગ બોસ-13 ના સેટ પર મળ્યા હતા અને ત્યારથી તેઓ સતત એકબીજાના સંપર્કમાં હતા. તેઓ બંને 'ભૂલા દુંગા' અને 'શોના શોના' ગીતના 2 મ્યુઝિક વિડીયોમાં પણ જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, જ્યારે સિદ્ધાર્થ શુક્લાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે સના તેની બાજુમાં હતી.

'બિગ બોસ-13'નો વિજેતા હતો સિદ્ધાર્થ શુક્લા

મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ બાળ લગ્ન વિશેના કલર ટીવીના ગેમ-ચેન્જિંગ સોશિયલ મેસેજિંગ શો 'બાલિકા વધુ'થી ખ્યાતિ મેળવી હતી. તેણે 'બિગ બોસ-13 (2019)' જીતીને પોતાની ઓળખ સ્થાપિત કરી હતી.

વધુ વાંચો: સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પહોંચ્યો સ્મશાન ઘાટ

વધુ વાંચો: આજે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ તેમના પરિવારને સોંપાશે

ABOUT THE AUTHOR

...view details