મુંબઇ: દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની, તેની માતા નીતુ કપૂર અને ભાઈ રણબીર કપૂર પાસે જવા માટે શનિવારે રાત્રે માર્ગ પર નવી દિલ્હીથી મુંબઇ પહોંચી હતી.
રાષ્ટ્રવ્યાપી COVID-19 લોકડાઉનને કારણે રિદ્ધિમા પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સમયસર મુંબઇ આવી શકી નહોતી. રિદ્ધિમા તેની પુત્રી સમરા સાથે આવી હતી.
રિદ્ધિમાએ તેના પિતા સાથે સેલ્ફી શેર કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે"પાપા હું તમને ખૂબ પ્રેમ કરું છું,અને હંમેશાં તમને પ્રેમ કરીશ-મારા સૌથી મજબૂત યોદ્ધા RIP હું તને દરરોજ યાદ કરીશ હું તારા ફેસટાઇમ કોલ્સને દરરોજ યાદ કરીશ,"
નોંધનીય છે કે.ઋષિ કપૂરે કેન્સર સામે લડ્યા બાદ ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. શહેરમાં સાંજે 4 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.