મુંબઇ: અભિનેત્રી રિચા ચઢ્ઢાએ તેના બોયફ્રેન્ડ અલી ફઝલની સ્વર્ગસ્થ માતા માટે ભાવનાત્મક સંદેશ લખ્યો હતો.
અલીની સંભાળ લેવાનું વચન આપતાં રિચાએ લખ્યું, "તમારી આત્માને શાંતિ મળે. આન્ટી આપ અમને છોડી ગયા પણ તમે હંમેશા અમારી આસપાસ રહેશો. હું તમને હંમેશાં સમયની આગળ રહેનારા એક સ્ત્રી તરીકે યાદ કરીશ." ફેમિનિસ્ટ અને કપકેક પ્રેમી. હું વચન આપું છું કે હું તમારા પુત્રની સંભાળ રાખીશ."
અલીએ બુધવારે તેની માતાની તસવીર પણ શેર કરી અને લખ્યું કે, "હું તમારા માટે બાકીનું જીવન જીવીશ. મિસ યુ અમ્મા... ખબર નહીં કેમ તમે મારી સર્જનાત્મકતાના સ્ત્રોત હતા.. મારી દરેક વસ્તુ . હું જે પણ કરું છું. મારી પાસે શબ્દ નથી. પ્યાર, અલી."
એક નિવેદન બહાર પાડતા અભિનેતાના પ્રવક્તાએ કહ્યું કે, 17 જૂને લખનઉમાં અલી ફઝલની માતાનું અવસાન થયું. અલી ફઝલની માતા લાંબા સમયથી બીમાર હતા, ત્યારબાદ તબિયત લથડતા અચાનક તેનું મોત નીપજ્યું હતું.