મુંબઈઃ અભિનેત્રી રિચા ચઢ્ઢાને લાગે છે કે કોરોના વાઈરસ મહામારી લોકોની સારી બાબતો અને ખરાબ બાબતો સામે લાવી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ સમય બધા સાથે મળી એકબીજાને મદદ કરવાનો છે.
આ મહામારીથી લોકોની સારી અને ખરાબ બાબતો સામે આવી રહી છેઃ રીચા ચઢ્ઢા - કોરોના વાઈરસ
બૉલીવુડ અભિનેત્રી રીચા ચઢ્ઢાનું માનવું છે કે, કોરોના વાઈરસની આ મહામારી લોકોના સારી અને ખરાબ બાબતો સામે લાવી રહી છે.
કોરોના વાઈરસ અંગે તમામ લોકો પોતાની પ્રતિક્રિયા અને અનુભવો શેર કરી રહ્યાં છે. અભિનેત્રી રીચા ચઢ્ઢાએ કહ્યું કે, 'આ મહામારી લોકોમાંથી સારી અને ખરાબ બાબતો સામે લાવી રહી છે. આપણી આસપાસ એવા લોકો પણ છે જે જાનવરો અને માનવોની મદદ કરવા માટે આગળ આવી રહ્યાં છે. તો બીજી બાજુ એવાં પણ લોકો છે જે ગરીબો અને મજૂરો સાથે ગેર વર્તન કરી રહ્યાં છે.'
વધુમાં અભિનેત્રીએ વિભિન્ન હિસ્સાઓમાં ફંસાયેલા 3000 પ્રવાસીઓ અંગે વાત કરતાં કહ્યું કે મંગળાવરે બાન્દ્રા રેલવે સ્ટેશન પર આ લોકોની ભીડ જામી હતી, જે લોકો પોતાના ઘરે જવા ઈચ્છે છે. રીચાનું માનવું છે કે આ લોકોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ.