ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સાથેના રિલેશનને લઇને રિયા ચક્રવર્તીનો ખુલાસો, જાણો શું કહ્યું? - રિયા ચક્રવર્તી ન્યૂઝ

અભિનેત્રી રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના અફેરના સમાચારો અવાર નવાર આવતા રહે છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં રિયાએ કહ્યું કે, સુશાંત એક મારો સારો મિત્ર છે અને આનાથી વધારે ઉંડુ ઉતરવાની જરૂર નથી.

riya
riya

By

Published : Apr 17, 2020, 12:08 AM IST

મુંબઇ: અભિનેત્રી રિયા ચક્રવર્તીને પોતાના અંગત જીવનમાં કોઈની દખલગીરી પસંદ નથી અને તેથી જ તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધોની અફવાઓ અંગે ક્યારેય પ્રતિક્રિયા આપતી નથી.

અભિનેત્રી કહે છે કે, સુશાંત એક 'પ્રિય મિત્ર' છે અને આનાથી વધારે કઈ કહેવું નથી. કથિત અફેર અંગે વધારે સમાચારોમાં રહેતા તેનું ધ્યાન કામથી હટી ગયું છે, તેવું પૂછતા રિયાએ જણાવ્યું કે, સુશાંત મારો એક પ્રિય મિત્ર છે. તેના પર વધારે કોઇ ટિપ્પણી નહીં.

ABOUT THE AUTHOR

...view details