મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે, ત્યારે સુશાંતના ચાહકોએ તેમને યાદ કર્યા હતા. તેમાં તેમનો પરિવાર અને બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ હતા. તેના નિધન બાદ પહેલી વાર તેની ગર્લફેન્ડ રિયા ચક્રવર્તીએ પોતાના સોશિયલ મીડિયા પર સુશાંત સાથેની બે તસવીર શેર કરીને એક ઇમોશનલ પોસ્ટ લખી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની આ તસવીરને અમુક યુઝર્સ પસંદ કરી હતી, તો અમુક યુઝર્સ તેમને ખરું ખોટું સંભળાવ્યું હતું. સુશાંત કેસમાં યુઝર્સ તેને દોષી ગણાવતા તેને સુશાંતના મોતની જવાબદાર માને છે.
સુશાંત સાથેની તસવીર શેર કરતા રિયા ટ્રોલ થઈ, લોકોએ કહ્યું- 'બધું નાટક છે' - રિયા ચક્રવતી
સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનો પૂર્ણ થઇ ચૂક્યો છે, ત્યારે અભિનેતાની ગર્લફેન્ડ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર રિયાને આ પોસ્ટને લઇને ટ્રોલ કરવામાં આવી હતી.
આ પોસ્ટ પર એક યુઝર્સ કોમેન્ટ કરતા લખ્યું કે, 'આ ઠીક નથી, જ્યારે સુશાંત જીવતો હતો ત્યારે તો તે તેની સાથેની બધી તસવીરો ડિલીટ કરી નાખી હતી. હવે તેના મોત બાદ આ તસવીરો પોસ્ટ કરીને ખોટા દેખાવ બંધ કરે. ભગવાનને બધી ખબર છે. કર્મનું ફળ જરૂર મળે છે, ત્યાં બીજા યુઝર્સ લખ્યું કે, 'મિસ રિયા ચક્રવક્તી તું કહે છે કે, તું સુશાંતને બહુ પ્રેમ કરતી હતી, પરંતુ તું તે નહોતી જાણતી કે, તે શું કરે છે. તેના જીવનમાં શું ચાલી રહ્યું છે, વાહ.... આ મોટી મોટી પોસ્ટ કરીને અમને મુર્ખ ન બનાવ. હવે તાંરૂ કેરિયર બનવાથી રહ્યું.'
તમને જણાવી દઇએ કે, રિયાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સુશાંત સાથે તસવીર શેર કરતા લખ્યું કે, 'હજી સુધી હું તને ગુમાવવાનું દુ:ખ સહન કરી રહી છું, મારી જાત સાથે લડું છું. તું તે છે, જેણે મને પ્રેમ અને પ્રેમની તાકાત પર વિશ્વાસ બતાવ્યો. તે મને શીખવ્યું કે, કેવી રીતે ગણિતનું એક નાનું સૂત્ર જીવનને સમજવામાં મદદ કરે છે. હું વચન આપું છું કે, આ હું હંમેશાં તારી પાસેથી શીખતી રહીશ.