મુંબઇઃ એક મહિના જેટલા સમય મુંબઇના બાઇકુલા જેલ બંધ રિયાને બુધવારના સાંજે જેલમાંથી રાહત મળી છે. જ્યારે રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી અને અબ્દુલ બાસિત પરિહારને જમાનત આપવામાં આવી નથી. બોમ્બે હાઇકોર્ટે આ મામલે ઓનલાઇન સુનાવણી કરી હતી.
અદાલતની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવી હતી, જે સાથે જ રિયાને છોડવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે રિયા સાથે બાકીના બે દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાડાને પણ જમાનત આપવામાં આવી છે.
- બોમ્બે હાઇકોર્ટ અમુક શર્તો સાથે રિયાને જમાનત આપી છે, જેમાં....
- રિયાએ 1 લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવવા પડશે
- પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે
- મુંબઇથી બહાર જવા માટે પરમિશન લેવી પડશે.
- નજીકના પોલીસ સ્ટેશનમાં 10 દિવસ સુધી હાજરી પુરાવવી પડશે
- અદાલતની પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરી શકશે નહી
- તપાસ કર્તા અધિકારીઓને જણાવ્યા વગર મુંબઇવની બહાર જઇ શકશે નહી