ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રિયાની મુક્તીની માગ, અધિર બોલ્યા-રાજકીય ષડયંત્રનો બની ભોગ - સુશાંત સિંહ રાજપૂત

કોંગ્રેસના બંગાળ એકમના અધ્યક્ષ અધિર રંજન ચૌધરીએ સુશાંત કેસમાં રિયાને મુક્ત કરવાની માગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે તે રાજકીય ષડયંત્રનો ભોગ બની રહી છે.

રિયાની મુક્તીની માગ
રિયાની મુક્તીની માગ

By

Published : Oct 5, 2020, 4:44 AM IST

મુંબઇ: લોકસભાના સભ્ય અને કોંગ્રેસના બંગાળ એકમના અધ્યક્ષ અધિર રંજન ચૌધરીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે, રિયા ચક્રવર્તી નિર્દોષ છે અને તેમને મુક્ત કરી દેવી જોઈએ. અધિર રંજન ચૌધરીએ કહ્યું કે રિયા રાજકીય ષડયંત્રનો શિકાર બની છે.

બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ફોરેન્સિક રિપોર્ટ ધ્યાનમાં રાખી તેમણે કહ્યું કે, એઇમ્સના અહેવાલ મુજબ સુશાંતનું આત્મહત્યાથી મોત થયું હતું. જેથી રિયા ચક્રવર્તીને મુક્ત કરી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ એંગલની તપાસ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details