ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટ પહોંચી, કેસ ટ્રાન્સફર કરવાની માગ કરી - રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટ

સુશાંત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. પોતાની અરજીમાં તેમણે કેસને બિહારથી મુંબઈ ખસેડવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે, સુશાંતના પિતાએ મંગળવારે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

સુશાંતસિંહ આત્મહત્યા કેસ
સુશાંતસિંહ આત્મહત્યા કેસ

By

Published : Jul 29, 2020, 6:08 PM IST

નવી દિલ્હી: બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં રિયા ચક્રવર્તી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. અરજીમાં આ કેસ બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું છે. આ અગાઉ સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે મંગળવારે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

સુશાંત આત્મહત્યા કેસ અંગે તેણે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. આ કેસમાં પટના પોલીસે અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કે.કે.સિંહની નામાંકિત એફઆઈઆર મુજબ, રિયા ચક્રવર્તી, તેના પરિવારના ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મીરન્ડા, શ્રુતિ મોદી અને અન્યને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. એફઆઈઆરની નકલ મુજબ, કે.કે.સિંહે છેતરપિંડી, બેઇમાની, બંધક અને આત્મહત્યાના આરોપો મૂક્યા છે. તેણે એફઆઈઆરમાં સુશાંત અને રિયાના જીવન વિશે ઘણી માહિતી લખી છે. 8 પાનાની એફઆઈઆર કોપી બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ કલમ 341, 380, 406, 420, 306 અને 342 હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે. પટના પોલીસે કેસ નંબર 241/20 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણા કિશોર ચૌધરીએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને તપાસની માંગ કરી છે. પટના પોલીસે શનિવારે નોંધાયેલી એફઆઈઆરની નોંધ લીધા બાદ ચાર સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમ મુંબઇ માટે રવાના થઈ છે. મળતી માહિતી મુજબ ટીમ રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરશે.

ABOUT THE AUTHOR

...view details