ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા વિરુદ્ધ નોંધાવ્યો છેતરપિંડીનો કેસ

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહની બહેન પ્રિયંકા સિંહ સામે છેતરપિંડી અને રામમનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર અને અન્ય સામે બનાવટી તબીબી પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો કેસ કર્યો છે.

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

By

Published : Sep 7, 2020, 4:59 PM IST

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર સહિત અન્ય સામે બનાવટી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો કેસ કર્યો છે. રિયાએ છેતરપિંડી, એનડીપીએસ એક્ટ અને ટેલી મેડિસિન પ્રેક્ટિસ ગાઇડલાઇન્સ 2020 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનેશિંદના જણાવ્યા અનુસાર, 8 જૂને સુશાંત સિંહ રાજપૂતને તેની બહેન પ્રિયંકા સિંહે રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમારને નકલી તબીબી પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું હતું. તે પ્રિસ્ક્રિપ્શનમાં, તે દવાઓનો ઉલ્લેખ હતો, જે એનડીપીએસ એક્ટ હેઠળ આવે છે અને તે પ્રતિબંધિત છે.

રિયા ચક્રવર્તીના વકીલના જણાવ્યા મુજબ, પ્રિયંકા સિંહના આ જ પ્રિસ્ક્રિપ્શનને લઈને સુશાંત અને રિયા વચ્ચે ઝઘડો થયો હતો. સતિષ માનેશીંદે કહ્યું હતું કે, 'તેમની બહેન પ્રિયંકાએ દિલ્હીથી સંદેશ આપ્યો હતો કે આ એક પ્રિસ્ક્રિપ્શન છે. તેથી પ્રિસ્ક્રિપ્શન જોયા પછી, રિયાને ખબર પડી કે આ પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરએ તેમની તપાસ વગર મોકલ્યું છે. આથી જ આ મુદ્દે વાતચીત થઈ અને તે સમયે રિયાએ કહ્યું કે, જો અમે બોમ્બેના ડૉક્ટર સાથે મળીને આવ્યા છીએ અને તે ડૉકટરો સાથે મળીને દવાઓ આપી રહ્યા છે, તેમણે કહ્યું કે, જો તમે તે દવાઓ ન લઈ રહ્યા હોવ તો તે લેવી ન જોઈએ.

રિયાના વકીલે કહ્યું કે, 'સુશાંતે કહ્યું હતું કે, જો મારી બહેન બોલી રહી છે, તો હું તે જ દવાઓ લઈશ. આ પછી બંને વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ સુશાંતે તેને બેગ લઈને નિકળી જવા કહ્યું. તેથી હવે ખબર પડી ગઈ છે કે, 12.30 અથવા 12.40 વાગ્યે મોકલાવેલું પ્રિસ્ક્રિપ્શન નકલી છે. કારણ કે, તેઓ કહે છે કે, સુશાંત ઓપીડી દર્દી છે. સુશાંત બોમ્બેમાં હતો, તે કેવી રીતે ઓપીડી દર્દી બની શકે?

સુશાંત સિંહના પિતાના વકીલ વિકાસસિંહે આ અંગે પહેલાથી જ સ્પષ્ટતા આપી દીધી છે. તેણે કહ્યું હતું કે '8 મી તારીખે સુશાંત ખૂબ ગભરાયેલો હતો ત્યારે તેણે તેની બહેનને ફોન કર્યો હતો. ગભરાટ માટે પોતે દવા ખાતી બહેન, સુશાંતને આ જ દવા ખાવાનું કહેતી હતી. જ્યારે કદાચ તેણે કહ્યું કે તેને કોઈ પ્રિસ્ક્રિપ્શન વિના આ દવા મળશે નહીં, ત્યારે તેને મૌખિક પ્રિસ્ક્રિપ્શન મળ્યો અને તે દવા મળી.

ABOUT THE AUTHOR

...view details