મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા અને તેમના ભાઇની ધરપકડ કરવામાં આવી છે. તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવમાં આવ્યા છે. હવે હાલમાં જ નવી જાણકારી સામે આવી છે. માહિતી મુજબ રિયા અને તેના ભાઇની જામીન અરજીની સુનાવણી 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
રિયા અને શોવિકની જામીન અરજી પર 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી - રિયા જામીન અરજી
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા અને તેના ભાઇની ધરપકડ કરવામાં આવી છે. તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવમાં આવ્યા છે. હાલ રિયા અને તેના ભાઇ શોવિકની જામીન અરજીની સુનાવણી 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
રિયા
મળતી જાણકારી મુજબ રિયાના વકીલ સતીષ માનશિંદેનું કહેવું છે કે, 10 સપ્ટેમ્બરે મુંબઇની વિશેષ અદાલતમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિકની જામીન અરજી પર સુનાવણી થશે.
ડ્રગના મામલામાં રિયા અને શોવિકની સાથે અન્ય લોકોના નામ સામે આવ્યા બાદ એનસીબીએ આરોપીઓની લાંબી પૂછપરછ કરી હતી અને અત્યાર સુધીમાં 10 આરોપીઓની પૂછપરછ કરી હતી.