- ફાધર્સ ડે નિમિત્તે અભિનેતા જેકી શ્રોફે (Bollywood Actor Jackie Shroff) આપ્યું નિવેદન
- ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani)ના સંબંધનો કર્યો ખુલાસો
- કામની વચ્ચે કોઈ ન આવવું જોઈએઃ જેકી શ્રોફ
આ પણ વાંચો-International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર
અમદાવાદઃ બોલીવુડ અભિનેતા જેકી શ્રોફ (Bollywood Actor Jackie Shroff) પ્રખ્યાત અને દિગ્ગજ કલાકાર છે. ફાધર્સ ડે (Father's Day) નિમિત્તે જેકી અને તેની બાળકી કૃષ્ણા શ્રોફે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ (Interview) આપ્યો હતો, જેમાં જેકી શ્રોફે પોતાની પર્સનલ-પ્રોફેશનલ લાઈફ (Personal and Professional Life) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) અંગે વાત કરી હતી. જેકી શ્રોફે કહ્યું હતું કે, ટાઈગરે તો 25 વર્ષની ઉંમરથી ડેટિંગ (Dating) શરૂ કરી દીધું હતું તેમ જ ટાઈગર અને દિશા સારા મિત્ર છે. મને નથી ખબર કે તેમણે ભવિષ્ય માટે શું નિર્ણય લીધો છે, પરંતુ મને વિશ્વાસ છે કે, ટાઈગર પોતાના કામ પર ખૂબ જ ધ્યાન આપે છે. તેની અને કામની વચ્ચે કોઈ ન આવી શકે.