ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રેણુકા શહાણે નુપુર અલંકારને મદદ કરવા બદલ અક્ષય કુમારનો આભાર માન્યો - રેણુકા શહાણે નુપુર અલંકરને મદદ કરવા બદલ અક્ષય કુમારનો આભાર માન્યો

રેણુકા શહાણેએ ટ્વીટ કરીને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને તેની દોસ્ત અને ટીવી અભિનેત્રી નુપુર અલંકારની મદદ કરવા બદલ આભાર માન્યો છે. 'સર્કસ' સ્ટારે પોતાની ટ્વિટમાં ચાહકોનો આભાર માન્યો હતો.

Renuka Shahane
રેણુકા શહાણે

By

Published : Jun 17, 2020, 1:44 PM IST

મુંબઇ: અભિનેત્રી ફિલ્મ નિર્માતા રેણુકા શહાણે પોતાની દોસ્ત અને અભિનેત્રી નુપુર અલંકારની આર્થિક મદદ કરવા માટે અક્ષય કુમારનો આભાર માન્યો છે.

રેણુકાએ આ પહેલાં નુપુરની મદદ માટેની એક પોસ્ટ શેર કરી હતી. જેમણે 2019 ના પીએમસી બેંક ક્રેશમાં તેની બધી બચત ગુમાવી દીધી હતી. નુપુરને પોતાની બિમાર માતાની સારવાર લેવી પડી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર પડી હતી.

રેણુકાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, હું એ બધા દયાળુ લોકો વિશે શું કહું, જેણે મારી દોસ્ત નુપુરને આ મુશ્કેલ સમયમાં મદદ કરી છે. આજે હું તમામની પ્રશંસા કરવા માંગુ છું

તેમણે જણાવ્યું કે, અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ફરિશ્તાએ નુપુરની મદદ કરી હતી. જેથી નુપુરની માતાને સારી સારવાર મળી હતી. આ ફરિશ્તાએ પહેલાં પણ ઘણાં લોકોની નિ:સ્વાર્થ મદદ કરી છે.

રેણુકાએ અક્ષયનું નામ લેતા જણાવ્યું કે, તેણે ટ્વિટર પર મારી એફબી પોસ્ટ વિશે પૂછતા મને મદદ માટે કહ્યું હતું. તેણે કહ્યું નુપુરને કેટલી રકમની જરૂર છે. મેં તેમની પાસેથી રકમ માંગી તેણે કહ્યું તે થઇ જશે, અને તેઓએ તેના કરતા વધુ રકમની મદદ કરી.

રેણુકાએ અક્ષયની એ વાતને યાદ કરતા જણાવ્યું કે, તેણે મરાઠીમાં બસ એક જ લાઇન કહી હતી કે, કૃપા કરીને મારો આભાર માનશો નહીં, તેની માતા જલ્દીથી સ્વસ્થ થઇ જાય બસ '

અભિનેત્રીએ આગળ લખ્યું કે, 'આવા અત્યંત ઉદાર, દયાળુ ફરિશ્તા પ્રત્યે હમેંશા મને માન રહેશે. આ ફરિશ્તો બીજો કોઇ નહીં પરંતુ સુપરસ્ટાર અક્ષયકુમાર છે. શુદ્ધ, સોનાના હૃદય વાળો એક વ્યક્તિ. '

ABOUT THE AUTHOR

...view details