- ફિલ્મ દિગ્દર્શક બુદ્ધદેબ દાસગુપ્તાનું નિધન
- ગુરુવારે વહેલી સવારે કોલકાતામાં અવસાન થયું
- દર અઠવાડિયે બે વાર નિયમિત ડાયાલીસીસ કરાવવો પડતો
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાણીતા ફિલ્મ દિગ્દર્શક બુદ્ધદેબ દાસગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયા છે.
આ પણ વાંચોઃઆંતરરાષ્ટ્રીય ગાયક લોક કલાકાર લાદુરામ નાયકનું કોરોનાથી નિધન
બુદ્ધદેબ દાસગુપ્તાના નિધનથી દુખી છુંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, બુદ્ધદેબ દાસગુપ્તાના નિધનથી દુખી છું. તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયા છે. તે પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. દુખની આ ઘડીમાં મારી સંવેદના તેના પરિવારના સભ્યો અને તેમના ચાહકો સાથે છે.
ગુરુવારે વહેલી સવારે કોલકાતામાં અવસાન થયું