મુંબઇ: કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડીસુઝા તેના ફિલ્મના સેટને યાદ કરી રહ્યા છે.તેણે એક પોસ્ટમાં પોટો શેર કરીને જણાવ્યું હતું કે, તે વિચારે છે કે તેને ક્યારે સેટ પર જવા મળશે.સેટ પર જવાની ભાવના તેણે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે કોરોના વાઇરસના કારણે ફિલ્મ્સ, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર ખરાબ અસર પડી છે. આ સમય દરમિયાન બધુ લાંબા સમયથી બંધ કરવામાં આવ્યું હતું.જો કે, કેટલાક નિયમો સાથે, હવે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલના શૂટિંગ શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના સેટને યાદ કરી રહ્યા છે.