નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસાને સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંતે વખોળી હતી. આ તકે કેટલાક દિવસ બાદ રવિવારે સુપરસ્ટારે કહ્યું કે, દેશમાં શાંતિ બનાવવા માટે તે કોઇ પણ ભૂમિકા નિભાવવવા માટે તૈયાર છે. એક મુસ્લિમ સંગઠનની મુલાકાત બાદ એક ટ્વીટમાં સુપરસ્ટારે કહ્યું હતું. જણાવી દઇએ કે, દિલ્હીમાં થયેલી હિંસા બાદ સુપરસ્ટારે પોતાના નિવેદનમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
દેશમાં શાંતિ જાળવવા માટે શક્ય બને એ કરવા તૈયાર છું: રજનીકાંત
રાજધાની દિલ્હી ભડભડ બળી હતી, ત્યારે તેને લઇ રાજકીય પક્ષો અને નેતાઓ સહિતના લોકો પોતાના રોટલા શેકી રહી છે, ત્યારે હવે ફિલ્મી સુપરસ્ટાર્સ પણ બાકી રહ્યા નથી. હિંસા મામલે રજનીકાંતે લોકોના શાંતિ માટે શક્ય હોય તે કરવા તૈયાર છું તેવુ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત અઠવાડિયે રજનીકાંતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.
રજનીકાંતે એક ટ્વીટમાં કહ્યું કે, "દેશમાં શાંતિ જાળવવા માટે તે કોઇ પણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં થોડાંક દિવસ પહેલા થયેલી હિંસામાં આશરે 46 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતાં.
દિલ્હીમાં આ આગ CAAનું સમર્થન કરી રહેલા અને તેનો વિરોધ કરી રહેલા લોકોની વચ્ચે ભડકી હતી. ગત અઠવાડિયે સુપરસ્ટાર રજનીકાંતે આ હિંસાને લઇ કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો હતો. આ તકે કહ્યું હતું કે, આવી હિંસા વચ્ચે સરકારે તાકાત સાથે લડાઇ લડવી જોઇતી હતી. ભાજપની કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકો આવી હિંસાઓનો સામનો ન કરી શકે તો રાજીનામું આપી દેવુ જોઇએ.