ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઝાયરા વસીમે ફિલ્મી દુનિયાને અલવીદા કહ્યા બાદ ફારુક અબ્દુલાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી - Bollywood

ન્યૂઝ ડેસ્ક: "દંગલ" ગર્લ ઝાયરા વસીમે લીધેલા નિર્ણયે સૌ કોઇને આઘાત પહોંચાડ્યો છે. તેણે ઇમાનના નામ પર બોલીવુડને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ તેના આ નિર્ણયની ટીકા કરતા જણાવ્યું હતું કે, બની શકે કે તેના બોયફ્રેન્ડના કહેવા પર તેણે આવો નિર્ણય લીધો હોય !

ઝાયરા વસીમ

By

Published : Jul 1, 2019, 8:32 PM IST

ઝાયરાના આ નિર્ણયને વ્યકિતગત જણાવતા અબ્દુલ્લાએ કહ્યું કે, ફિલ્મો છોડવી એ તેનું પર્સનલ કારણ હોઈ શકે છે, પણ ઇસ્લામ તેને ફિલ્મો કરવાથી નથી રોકતી, જો કે ઝાયરા તો ફિલ્મોમાં પણ સારૂ કામ કરી રહી હતી.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અબ્દુલ્લાએ કહ્યું કે, ઇસ્લામ ઘણો ઉદાર ધર્મ છે. ઇસ્લામ કોઇને પણ પોતાનું કામ કરતા નથી રોકતો. જો કે ઝાયરાનો નિર્ણય તેનો પોતાનો જ છે, પરંતું મારા હિસાબે તે ખોટો છે.

તો ફારૂક આબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાએ ઝાયરાના આ નિર્ણય પર લખ્યું હતું કે, અમે કોણ છીએ ઝાયરા તેની જીંદગી સાથે જે કરવા ઇચ્છે તે કરે તે તેનો પર્સનલ મામલો છે.

ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ

ઝાયરાએ રવિવારના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર ફિલ્મ છોડવાની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, પોતે તેના ઇમાનથી ભટકી રહી હતી, તે અલ્લાહથી દૂર થઈ રહી હતી. જેને લીધે પોતે ફિલ્મો છોડી રહી હોવાની પોસ્ટ કરી હતી.

તો ઝાયરાના આ નિર્ણય પર અન્ય બોલિવુડ સેલિબ્રિટીઓએ પણ પ્રતિક્રિયા આપી છે.

ઝાયરાના આ નિર્ણય પર અનુપમ ખેરે જણાવ્યું હતું કે, આ તેનો પર્સનલ નિર્ણય છે, તેનું સન્માન કરવું જોઇએ, પણ આ સાથે જ તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી કે, એક શંકા ઉત્પન્ન થઇ રહી છે, ક્યાંક તેણે આ નિર્ણય કોઈ કટ્ટર પંથીઓના દબાવમાં તો નથી લીધોને ?

અનુપમ ખેરનું નિવેદન

તો આ મામલે અશોક પંડિતે કહ્યું કે, ઝાયરાને સંપૂર્ણ આઝાદી છે, તે ફિલ્મોમાં કામ કરે, કે અન્ય કોઈ કામ કરે, તેની જીંદગી છે. નિર્ણય પણ તેનો જ હોવો જોઇએ.

આપને જણાવી દઈએ કે, ઝાયરાને નેશનલ ઍવોર્ડ પણ મળી ચૂક્યો છે. ઝાયરાએ દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં અદ્દભુત અભિનય કર્યો હતો. હજુ પ્રિયંકા ચોપરા સાથે પણ તેની ફિલ્મ આવવાની છે.

ABOUT THE AUTHOR

...view details