ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મોહિત સૂરીની "મલંગ" વિશે કુણાલ ખેમુએ કહ્યું- 'મલંગ' કૂલ ફિલ્મ છે - મોહિત સૂરી

કુણાલ ખેમુએ કહ્યું કે, આવનારી ફિલ્મની સ્ક્રિપ્ટ અને જેવી રીતે તે બની છે. જેથી તે ફિલ્મ ખુબ સારી લાગી છે. "મલંગ" કૂલ ફિલ્મ છે અને ટ્રેલર પર મળી રહેલા રિસ્પોન્સથી હું ખુશ છું.

"મલંગ" કૂલ ફિલ્મ છે : કુનાલ ખેમુ
"મલંગ" કૂલ ફિલ્મ છે : કુનાલ ખેમુ

By

Published : Jan 27, 2020, 2:15 PM IST

મુંબઇ: મોહિત સૂરીની આગામી ફિલ્મ "મલંગ" વિશે વાત કરતા અભિનેતા કુનાલ ખેમુએ ફિલ્મને કૂલ જણાવી હતી. 26માં એસઓએલ લાયન્સ ગોલ્ડ એવોર્ડમાં મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે, " હું "મલંગ"ને લઇ ખુબ ઉત્સાહિત છું, કારણે કે મોહિત મારા પ્રથમ નિર્દેશક હતા. તેમણે મને 2005માં "કલ્યુગ" ફિલ્મમાં ડાયરેક્ટ કર્યું હતું. આ ફિલ્મને રિલીઝ થવામાં 2 અઠવાડિયા બાકી છે. ફિલ્મની સમગ્ર ટીમ ફિલ્મને લઇ ઉત્સાહિત છે.

2 મિનટ 45 સેકેન્ડના "મલંગ" ના ટ્રેલરમાં દરેક પાત્રને એક હત્યારાની જેમ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યો છે. મોહિત સૂરીના નિર્દેશનમાં બનાવામાં આવેલી ફિલ્મમાં અનિલ કપૂર,આદિત્ય રોય કપૂર, દિશા પાટની અને કુનાલ ખેમુ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મ વેલેન્ટાઈન ડેના અઠવાડિયામાં 7 ફ્રેબુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details