કુલ્લુ: ફિલ્મ હંગામા-2નું યુનિટ મનાલી પહોંચી ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બાદ હવે બોલીવૂડની બીજી સ્ટાર રવિના ટંડન પણ મનાલી પહોંચી શકે છે. મનાલીમાં વેબ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે રવિના ટંડનની આવવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ અભિનેતા અક્ષય કુમાર અને ઋત્વિક રોશનના મનાલી આવવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.
હંગમા-2ના શૂટિંગ માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોમવારે મનાલી પહોંચી ત્યારે નગર અને તેની આસપાસના પર્વતોની સુંદરતાને નિહાળી હતી. મનાલીમાં શિલ્પા શેટ્ટી યોગા કરવા માટે સવારના વહેલા પાંચ વાગ્યે જાગી હતી. સાથે પરેશ રાવલે પણ મોર્નિંગ વૉક કર્યુ હતું અને મનાલીની પહાડ અને તેની સુંદરતાની મજા માણી હતી. રણબીર કપૂરે પણ મનાલીની સુંદરતાનો આનંદ માણ્યો હતો.
પ્રવાસના થાકને કારણે ડિરેક્ટર પ્રિયદર્શન સોમવારે શુટિંગ નહોતા કરી શક્યા. મંગળવારથી હંગામા-2 ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. સ્થાનિક ફિલ્મ સંયોજક અનિલ કાયસ્થાનું કહેવું છે કે સરકારે અનલોક-5માં ઘણા નિયંત્રણો દૂર કર્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન બેવસિરીઝ માટે મનાલી પહોંચી રહી છે.
ઉલ્લેખનિય છે કે પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી અને મિઝાન સહિતના ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન તેમની આગામી કૉમેડી ફિલ્મ હંગામા-2નું શૂટિંગ ફરી શરૂ કરવા મનાલી પહોંચી ગયા છે. આ ફિલ્મ 2003માં રિલીઝ થયેલી કોમેડી હિટ ફિલ્મ હંગામાની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે પણ અભિનય કર્યો છે.
ફિલ્મના સંયોજક અનિલ કાયસ્થે કહ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ નગર, મનાલી અને સોલંગ વેલીમાં કરવામાં આવશે. આગામી ઘણા દિવસો સુધી, શિલ્પા શેટ્ટી સહિત ફિલ્મના સમગ્ર યુનિટ મનાલીમાં રહેશે.