મુંબઇ: અભિનેત્રી રવીના ટંડને બોલીવુડની ગર્લ ગેંગ અને ગંદા રાજકારણમાં બનતી કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જુના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, હીરો અને તેની ગર્લફ્રેન્ડને કારણે તેની મજાક ઉડાવવામાં આવતી અને તેને બાદમાં ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવે.
રવીનાએ ટ્વિટ કર્યું કે, ઇન્ડસ્ટ્રીઝમાં ગર્લ ગેંગ અને કેમ્પ અસ્તિત્વમાં છે. મજાક કરવામાં આવે છે. ફિલ્મમાં હીરોને તેની ગર્લફ્રેન્ડ્સ તો ક્યારેક ચાપલુસી કરતાં પત્રકારોનો ઉપયોગ કરી તેમને દૂર કરવામાં આવે છે. તેમજ તેમની કારકિર્દી ખતમ મીડિયા પર કેટલીક સ્ટોરી છાપવામાં આવે છે. કેટલીક વાર કારકિર્દીનો અંત પણ આવી જાય છે. તમારે સંઘર્ષ કરતા રહેવું પડે છે. કેટલાંક સર્વાઈવ કરે છે, કેટલાંક નથી કરી શકતા.