- અભિનેત્રી રવીના ટંડને પુત્રી સાથે મળી કરી Wildlife Photography
- રવીનાએ શેર કરેલા ફોટોઝ-વીડિયોઝ તેના ફેન્સે ખૂબ પસંદ કર્યા
- ટાઈગરને કૂદકો મારતા જોતા રવીના અને તેની પુત્રી થયાં ખુશ
અમદાવાદઃ અભિનેત્રી રવીના ટંડને (Bollywood actress Ravi Tandon) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife Photography) કરતા વીડિયોઝ (Videos) અને ફોટોઝ શેર કર્યા હતા, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. આ ફોટોઝ શેર કરતા રવીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, સારા દિવસ આવી રીતે બને છે. દિવસ શરૂ ભલે મોડો થયો, પરંતુ અમે નસીબદાર સાબિત થયા કે મગધી ગેટથી પાર્કમાં એન્ટર કરતા જ બજરંગ ધ ટાઈગરને કૂદકો મારતા અને રસ્તાના એક ભાગથી બીજા ભાગમાં જતાં જોવા મળ્યો.
આ પણ વાંચોઃ અભિનેત્રી રવીના ટંડને અલગ અલગ અંદાજમાં ફોટોઝનો બનાવ્યો વીડિયો, થઈ રહ્યો છે વાઈરલ