ન્યૂઝ ડેસ્ક: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'માં શ્રીવલ્લીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાના લગ્ન (Rashmika mandanna wedding) વિશે જણાવ્યું છે. 'પુષ્પા' સ્ટાર રશ્મિકા મંદાનાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી છે. રશ્મિકાના ચાહકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે, કારણ કે સોશિયલ મીડિયા (Social Media) પર અભિનેત્રીના ચાહકોની લાઈન લાગી છે.
રશ્મિકા શ્રીવલ્લીનું પાત્ર ભજવીને ઘણી ફેમસ થઇ
તાજેતરમાં રશ્મિકાએ ફિલ્મ 'પુષ્પા- ધ રાઇઝ-પાર્ટ-1'માં શ્રીવલ્લીનું પાત્ર ભજવીને ઘણી ફેમસ થઇ ગઇ છે. આ ફિલ્મે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. અલ્લુ અર્જુન અને રશ્મિકાના રોમાન્સ અને ડાન્સે આખી દુનિયાને સોશિયલ મીડિયા પર નાચવા મજબૂર કરી દીધા હતા, જ્યારે હવે એક ઈન્ટરવ્યુમાં રશ્મિકા તેના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો તો અભિનેત્રીએ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:Drishiyam 2 shooting: બોલિવૂડના 'સિંઘમ'એ શેર કર્યાં ખુશીના સમાચાર
રશ્મિકાએ કહ્યું હતું કે, 'હું લગ્ન માટે ઘણી નાની છું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઇન્ટરવ્યૂમાં રશ્મિકાએ કહ્યું હતું કે, 'હું લગ્ન માટે ઘણી નાની છું, તેની સાથે લગ્ન તેની સાથે કરો જે તમને દરેક ક્ષણે આરામદાયક અનુભવ કરાવે, મારા માટે પ્રેમ, એકબીજા પ્રત્યે પ્રેમ અને કેર કરવી. ખરેખર તો પ્રેમનો મતલબ કહેવો અઘરો છે, કારણ કે આ વ્યકિતના ઇમોશન સાથે જોડાયેલું હોય છે. પ્રેમ હંમેશા ત્યારે કામ કરે છે, જ્યારે તે બન્ને તરફથી હોય..
રશ્મિકાનું નામ તેના કો-એક્ટર વિજય દેવરકોંડા સાથે જોડાય રહ્યું છે
તમને જણાવી દઈએ કે, રશ્મિકાની સગાઈ એક્ટર, રાઇટર અને ડાયરેક્ટર રક્ષિત શેટ્ટી સાથે થઈ હતી, પરંતુ કોઈ કારણસર બન્નેએ સગાઈ તોડી નાંખી હતી. મીડિયા અનુસાર, રશ્મિકાનું નામ તેના કો-એક્ટર વિજય દેવરકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે. વિજય અને રશ્મિકા 'ગૌતમ-ગોવિંદા' અને 'કોમરેડ' ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રશ્મિકા ટૂંક સમયમાં વિકાસ બહલની 'ગુડબોય' અને શાંતનુ બાગચીની 'મિશન મજનુ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
આ પણ વાંચો:Ravi Tandon Birthday: રવિના ટંડન થઇ ઇમોશનલ, પિતાને યાદ કરી કહ્યું....