ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઉજવ્યો 25મો જન્મદિવસ - બીગ બી સાથે રશ્મિકાની ફિલ્મ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ સોમવારે 5 એપ્રિલે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ જન્મદિવસ તેના માટે ખૂબ જ વિશેષ રહ્યો હતો. કારણ કે, રશ્મિકાએ અમિતાભ બચ્ચન સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. રશ્મિકાએ જન્મદિવસની ઉજવણીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઉજવ્યો 25મો જન્મદિવસ
સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઉજવ્યો 25મો જન્મદિવસ

By

Published : Apr 6, 2021, 1:44 PM IST

  • નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ ઉજવ્યો 25મો જન્મદિવસ
  • અમિતાભ બચ્ચન સાથે ગુડ બાય ફિલ્મના સેટ પર કરી ઉજવણી
  • ફિલ્મ મિશન મજનુથી બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે રશ્મિકા

આ પણ વાંચોઃદિયા મિર્ઝાએ પ્રેગ્રેંસી પર સવાલ ઉઠાવી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો

ન્યૂઝ ડેસ્કઃ નેશનલ ક્રશ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ સોમવારે 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. રશ્મિકાએ પોતાનો જન્મદિવસ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે ઉજવ્યો હતો. જોકે, આ જન્મદિવસ એ વર્કિંગ બર્થ ડે ગણાયો હતો. રશ્મિકા હાલમાં અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ગુડ બાયનું શૂટિંગ કરી રહી છે. આના કારણે તેણે પોતાનો જન્મદિવસ ફિલ્મના સેટ પર ઉજવ્યો હતો.

ડિરેક્ટર વિકાસ બહલ પણ ઉજવણીમાં શામેલ થયા

અમિતાભ બચ્ચને એક પણ સેકન્ડ માસ્ક નીચે ન ઉતારી લોકોને માસ્ક પહેરવાનો આપ્યો સંદેશ

જન્મદિવસની ઉજવણી દરમિયાન અમિતાભ બચ્ચને સંપૂર્ણ રીતે પોતાનું મોઢું માસ્કથી ઢાંકીને રાખ્યું હતું. વર્તમાન સમયમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અમિતાભ બચ્ચને એક પણ સેકેન્ડ માસ્ક નીચે નહતું ઉતાર્યું. આ સાથે જ અમિતાભ બચ્ચને દેશવાસીઓને સંદેશ આપ્યો છે કે વર્તમાન સ્થિતિને જોતા દરેક લોકો માસ્ક પહેરે. આ ઉપરાંત ડિરેક્ટર વિકાસ બહલ પણ ઉજવણીમાં શામેલ થયા હતા.

આ પણ વાંચોઃપાપરાઝી ડાયરી : મુંબઇમાં અલગ-અલગ સ્થળોએ સેલિબ્રેટી સ્પોટ થયા

રશ્મિકાએ દરેક લોકોને માસ્ક પહેરી રાખવા અપીલ કરી

રશ્મિકાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ખૂબ જ આરામદાયક દિવસ હતો. માર્ક ફક્ત ફોટો ક્લિક કરવા માટે હટાવ્યું હતું. તમે બધા માસ્ક પહેરી રાખજો. રશ્મિકા મંદાના ફિલ્મ મિશન મજનુથી બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં રશ્મિકાની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. રશ્મિકાને કર્ણાટક ક્રશ પણ ઓળખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details