મુંબઈઃ અભિનેતા રણવીર શૌરીએ દાવો કર્યો છે કે, બુધવારે મુંબઇના એક પોલીસ અધિકારીએ તે પોતાના ઘરેલુ કામદાર સાથે મેડિકલ ઇમરજન્સીમાં હોસ્પિટલમાં જઈ રહ્યાં હતા ત્યારે તેમને રોક્યા હતાં.
રણવીર શૌરી તેમના ઘરે કામ કરતા કર્મચારીની ગર્ભવતી પત્નીને લઈ હોસ્પિટલ જઈ રહ્યાંં હતાં તે દરમિયાન પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યાં હતાં. આ સાથે જ પોલીસે તેમની કાર પણ જપ્ત કરી હતી. આ ઘટનાને લઈ રણવીરે મુંબઈ પોલીસને ટ્વિટ કરી મદદ માગી છે.
રણવીરે ટ્વિટ કર્યું કે, '@MumbaiPolice જ્યારે મારા કર્મચારીની પત્નીને બાળજન્મ માટે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યાં હતાં તે દરમિયાન મારી કાર જપ્ત કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બાળકનો જન્મ થવાની કોઈ ઈમરજન્સી નથી.'
મુંબઈ પોલીસે આ મામલે રણવીરની કાર જપ્ત કરી કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. રણવીરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે 6 કલાક સુધી ત્રણેયને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં હતાં.
અભિનેતાના ટ્વિટ પર મુંબઈ પોલીસે ટ્વિટ કરી તેમને આશ્વાસન આપ્યું છે. તેમજ કહ્યું હતું કે બને તેટલું જલ્દી આ અંગે તપાસ કરી રણવીરનો સંંપર્ક કરશે.