મુંબઇ: અભિનેતા રણવીર શૌરી તેની આગામી ફિલ્મ 'લૂટકેસ' વિશે વાત કરતાં જણાવે છે કે કોમેડી સાથે તેનો ખાસ સંબંધ છે. કારણકે આ જ શૈલી દ્વારા બોલિવૂડમાં તેને સફળતા મળી હતી. કોમેડી એક એવી વસ્તુ છે જેના માટે તેને ખાસ પ્રયત્નો કરવા પડતા નથી, તે કુદરતી જ તેના અભિનયમાં ઝળકે છે.
રણવીરે જણાવ્યુ હતું કે, "એવું નથી કે હું ફક્ત કોમેડી સ્ક્રિપ્ટ ને જ પ્રાધાન્ય આપુ છું, પરંતુ અન્ય ભૂમિકાઓ કરતા કોમેડી ભૂમિકાઓ ભજવવી માટે સરળ વાત છે. ઉપરાંત નિર્દેશક કોણ છે, મારી ભૂમિકા કેટલી લાંબી છે તે પણ અગત્યનું છે."