મુંબઈઃ રણવીર સિંહની મોસ્ટ અવેઈટેડ ડ્રામા સ્પોર્ટ્સ ફિલ્મ '80' નું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મ કપિલ દેવ પર આધારિત છે. રણવીર સિંહે ફિલ્મના પોસ્ટરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું છે કે, આ છે '83'. આ સાથે તેમણે ટીમના મેમ્બરને ટેગ કર્યા છે.
રણવીર સિંહની '83' ફિલ્મનું પોસ્ટર રિલીઝ, ફિલ્મમાં દિપીકાનો છે કંઈક આવો રોલ - રણવીર સિંહ 83 ફિલ્મ
રણવીર સિંહે પોતાની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ '83' નું પોસ્ટર શેર કર્યુ છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભુમિકા ભજવી રહ્યાં છે. તો દિપીકા પણ આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરી રહી છે.

આ પોસ્ટરમાં રણવીર સિંહ સિવાય અન્ય કલાકારો પણ જોવા મળે છે. પોસ્ટરમાં ક્રિકેટ યુનિફોર્મમાં બધા હાથમાં બેટ અને બોલ લઈ ખુબ જ જુસ્સામાં જોવા મળી રહ્યાં છે. કબિર ખાન નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલદેવની ભુમિકા ભજવી રહ્યાં છે. જોકે આ ફિલ્મમાં રણવીર સિંહનો લુક પહેલેથી જ ચર્ચામાં છે. તેમના લુકને હુબહુ કપિલદેવ જેવો જ બનાવવામાં આવ્યો છે.
રણવીર સિંહ સિવાય આ ફિલ્મમાં સાકિબ સલીમ, અમિ વિર્ક, હાર્ડિ સંધુ, તાહિર રાજ ભસીન, ચિરાગ પાટિલ, જીવા જતિન સરના, ધૈર્ય કરવા, આદિનાથ કોઠારે, આર બદ્રી, દિનકર શર્મા, પંકજ ત્રિપાઠી સામેલ છે. તો ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહત્વની ભુમિકા ભજવી રહી છે. મસ્તાની ગર્લ આ ફિલ્મમાં કપિલદેવની પત્ની રોમીનું પાત્ર ભજવી રહી છે.