ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રણવીરસિંહે ‘જયેશભાઇ જોરદાર’નું શૂટિંગ પૂર્ણ કર્યુ, તસવીર શેર કરી - bollywoodnews

રણવીરસિંહે પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'ના ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર અને નિર્માતા મનીષ શર્મા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર ગુજરાતી વ્યક્તિ જયેશભાઇના રોલમાં છે.

etv bharat
etv bharat

By

Published : Feb 7, 2020, 12:46 PM IST


મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણવીરસિંહે તેની આગામી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર'નું શૂટિંગ પૂરું થઇ ગયું છે.બૉલિવૂડના ખૂબ જ જાણીતા અભિનેતા બોમન ઇરાનીની પણ ફિલ્મ જયેશભાઇ જોરદારમાં અભિનેતા રણવીર સિંહના પિતાના પાત્રમાં જોવા મળશે.

રણવીરે તેમના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર અને નિર્માતા મનીષ શર્મા સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું કે, ‘ઇટ્સ અ રેપ. મનીષ સર, બેન્ડ બાજા બારાતથી જયેશભાઇ જોરદાર સુધી તમારા માર્ગદર્શન હેઠળના 10 વર્ષ અદભુત રહ્યા. દિવ્યાંગ, તું પ્રેમ અને પોઝિટિવ એનર્જીનો ભંડાર છે. આભાર મને તારો જયેશ બનાવવા માટે.’

આ ફિલ્મમાં અર્જૂન રેડ્ડી ફેમ અભિનેત્રી શાલિની પાંડે રણવીર સિંહના અપોઝિટમાં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મથી પોતાના બૉલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. દિવ્યાંગ ઠક્કર દ્વારા લખાયેલી અને ડિરેક્ટર કરવામાં આવી છે, યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ને મનિષ શર્માએ પ્રોડ્યુસ કરી છે.

આ સિવાય રણવીર સિંહ ફિલ્મ ‘83’માં દેખાશે. ડિરેક્ટર કબીર ખાનની ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં છે. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની છે.

ABOUT THE AUTHOR

...view details