34 વર્ષીય અભિનેતા આ પહેલા જીવા તરીકે કૃષ્ણામચારી શ્રીકાંત, તાહિર રાજ ભસીનને સુનીલ ગાવસ્કર તરીકે અને સાકિબ સલીમને મોહિંદર અમરનાથ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતાં.
'બેન્ડ બાજા બારાત' અભિનેતા પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર નવું કેરેક્ટર પોસ્ટર શેર કરતા લખ્યું કે, 'હિમ્મતવાલા અને શાનદાર...ખતરનાક ખેલના ખતરનાક ખેલાડી સાથે પરિચય, @thejatinsarna #યશપાલ શર્મા #આ છે '83'. આ વખતે છત્રી નહીં ભાઇનું બેટ બોલશે...'
આ પોસ્ટરમાં જતિન સરના ધમાકેદાર મિડિલ ઑર્ડર બેટ્સમેન યશપાલ શર્માના અંદાજમાં જોવા મળી રહ્યા છે, જેમણે 80-90ના દશકમાં ઇન્ડિયા માટે ક્રિકેટ રમી હતી.
આ ફિલ્મની સ્ટોરી કપિલ દેવ પર આધારિત છે, જેમણે ક્રિકેટમાં પ્રથમ વર્લ્ડકપ જીતાડવામાં મદદ કરી હતી. આ ફિલ્મમાં આર. બદ્રી, હાર્ડી સિંધુ, ચિરાગ પાટિલ, સાકિલ સલીમ, પંકજ ત્રિપાઠી, તાહિર ભસીન, એમી વ્રિક અને સાહિલ ખટ્ટર ઇન્ડિયન ટીમ મેમ્બર્સના પાત્રોમાં જોવા મળશે. મહત્વનું છે કે, કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.