ટ્વિટર પર આ પોસ્ટર શેર કરતાં અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, 'શેર કા સાહસ. સ્ટીલ કી નસે. ઇન્ડિયા કા કમબૈક કિંગ. પેશ હૈ... @saqibsaleem મોહિંદર જિમ્મી અમરનાથના રૂપે...'
આ પોસ્ટરમાં સાકિબના હાથોમાં બેટ છે અને તે શૉટ મારતો એક ઇન્ટેન્સ લુક આપી રહ્યા છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટર શેર કરતાં લખ્યું કે, 'જિમ પાને લીધે જ તો અમે વર્લ્ડ કપ 1983માં આટલી સારી રીતે પહોંચી શક્યા હતા. આ લેજેન્ડને સ્ક્રીન પર ભજવવા પર મને ગર્વ છે અને ખૂબ જ ખુશી છે. રજૂ કરીએ છીએ કમબૈક કિંગ, #મોહિંદર અમરનાથ... #આ છે 83'
ગત્ત રવિવારે રણવીર સિંહે ફિલ્મના બે પાત્રના પોસ્ટર શેર કર્યા હતા. પહેલા હતા તાહિર રાજ ભસીન, જે સુનીલ ગાવસ્કર અને બીજા પોસ્ટરમાં 1983 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલા ફાઇનલ મૅચમાં સૌથી વધુ સ્કોર કરનારા કે. શ્રીકાંતના પાત્રમાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મની સ્ટોરી કપિલ દેવ આધારિત છે, જેમણે ઇન્ડિયાને ક્રિકેટમાં પહેલો વર્લ્ડકપ જીતાડ્યો હતો. કૅપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ રણવીરના ઓપોઝિટમાં રોલ કરતી જોવા મળશે.
આ ફિલ્મની આર. બદ્રી, હાર્ડી સંધૂ, ચિરાગ પાટિલ, સાકિબ સલીમ, પંકજ ત્રિપાઠી, તાહિર ભસીન, એમિ વ્રિક અને સાહિલ ખટ્ટર ઇન્ડિયન ટીમ મેમ્બર્સની મહત્વની ભૂમિકામાં છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીઝ થશે.