મુંબઇઃ રણવીરે સેશનમાં જણાવ્યું કે, તેના લાઇવ આવવાનું અગાઉ આયોજન કરવામાં આવ્યું ન હતું તે ફક્ત પ્રશંસકોને હેલો કહેવા આવ્યો હતો.
તેમણે સેશનમાં કહ્યું કે, "લાંબા સમય સુધી સક્રિય ન રહ્યા બાદ હું અત્યારે પાછો ફર્યો છું. આ લોકડાઉન ભાવનાત્મકરૂપે ખૂબ પડકારજનક છે."
રણવીર સાથે કલાકારો વરૂણ ધવન અને સાકીબ સલીમ પણ જોડાયા હતા. જેમણે અભિનેતાને મજાકમાં પોતાનો શર્ટ ઉતારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રણવીરે ખચકાટ વિના એક ક્ષણમાં તેમનો શર્ટ ઉતારી ચાહકોને ખુશ કરી દીધા હતા.
રણવીરે કહ્યું, "પાછલા બે અઠવાડિયા ખૂબ જ મુશ્કેલ સમય રહ્યા છે. દુનિયામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે ખૂબ જ અશાંત છે. મારા બધા મિત્રો અને ચાહકો સલામત રહે, તંદુરસ્ત રહે. તમને ખૂબ પ્રેમ."
આ સાથે જ તેણે ઉમેર્યું, "હું હંમેશાં આશાવાદી રહ્યો છું, વસ્તુઓની પોઝિટિવ બાજુ જોવાનું પસંદ કરું છું. હું હંમેશાં કોઈપણ પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવાનું પસંદ કરું છું. આપણે બધા આ પરિસ્થિતિમાં સાથે છીએ અને હું માનું છું કે તેમાંથી બહાર આવ્યા બાદ સૌ વધુ કરુણામય બનશે."