મુંબઇ: બોલિવૂડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ મૂકી છે, જેમાં તેણે લખ્યું કે, દિલ કા રાસ્તા પેટ સે ગુજરતા હે. મિકી માઉસના હાથમાં ચમચો છે, જ્યારે મીનીનાં હાથમાં મીઠાની ડબ્બી છે.
રણવીરે પોતોનું અને દીપિકાનું આ વિચિત્ર કેરિકેચર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યું છે. આ કાર્ટૂન સ્કેચમાં રણવીરને ફૂલેલું મિકી માઉસ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે દીપિકાને સ્લિમ અને ટ્રીમ મીની માઉસ છે.
દિપવીર બની શકે છે મિકી માઉસ અને મીની પત્ની દીપિકાની રસોઈ કુશળતાની પ્રશંસા કરતાં, 'મિકી' રણવીર લખે છે, 'દિલ કા રાસ્તા પેટ સે હોકર ગુજરતા હે. @deepikapadhukone રણવીર અને દીપિકા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની રમૂજી તસવીરો અને વીડિયો શેર કરે છે. જેના દ્વારા ચાહકોને તેમના જીવનની ઝલક બતાવે છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા હાલ કબીર ખાનની ક્રિકેટ ડ્રામા ફિલ્મ '83'માં રણવીર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય દીપિકાએ શગુન બત્રાની આગામી ફિલ્મ પણ શરૂ કરી હતી, જેમાં તેની કો-સ્ટાર અનન્યા પાંડે છે.