દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહે ઇટાલીના લેક કોમોમાં 14 તથા 15 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન સિંધી તથા કોંકણી રિતિ રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. જો કે, લગ્નમાં ફક્ત નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દિપવીરની પ્રથમ વેડિંગ એનિવર્સરી: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના કર્યા દર્શન - દીપવીર પહોંચ્યા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ
મુંબઇ: પોતાના લગ્નની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરવા દીપિકા અને રણવીર શુક્રવારે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા.
![દિપવીરની પ્રથમ વેડિંગ એનિવર્સરી: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના કર્યા દર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5070426-thumbnail-3x2-ssss.jpg)
દીપવીર પહોંચ્યા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ,સ્વર્ણ મંદિરમાં માથુ ટેક્યું
ગઇકાલે આ બન્ને કલાકારો આંધ્રપ્રેદશના તિરૂમલા તિરૂપતી મંદીરના દર્શન કરવા પહોંચ્યા હતા અને શુક્રવારના રોજ સવારે ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા.રણવીર અને દીપિકા તેમના આખા પરિવાર સાથે પહોચ્યા હતા. રણવીરના માતા પિતા અને બહેન તેમજ દીપિકાના માતા પિતા અને બહેન તમામે અમૃતસરના સ્વર્ણ મંદિરમાં માથુ ટેક્યું હતું.
TAGGED:
ranveer and deepika