એક રિપોર્ટ મુજબ,11 વર્ષ બાદ બન્ને એક સાથે કામ કરવાને લઇ ખુબ ઉત્સાહીત છે. આ બન્ને છેલ્લે 2008માં આવેલી ફિલ્મ "થોડા પ્યાર થોડા મેજીક"માં જોવા મળયા હતા."હમ તુમ" અને "તા રા રમ પમ" જેવી ધમાકેદાર ફિલ્મોમાં કામ કરનારી સુપરહટ જોડી સૈફ અલી ખાન અને રાની મુખર્જી એકવાર ફરી સિલ્વર સ્ક્રિન પર ધમાલ મચાવવા આવી રહી છે. યશરાજ બેનરે આ જોડી સાથેની ધમાકેદાર ફિલ્મની જાહેરાત કરી દીધી છે. હવે આ જોડી 11 વર્ષ પછી ફરી સાથે કામ કરવા તૈયાર છે.
સૈફ અને રાની મુખર્જી 11 વર્ષ બાદ "બંટી અને બબલી 2"માં સાથે જોવા મળશે - બંટી અને બબલી 2
મુંબઇ : રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની ફિલ્મ "બંટી અને બબલી"ની સિક્વલ આવી રહી છે. જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શાર્વરી મહત્વ ભૂમિકા ભજવાના છે.આ બન્નેની સાથે 11 વર્ષ બાદ સૈફ અલી ખાન અની રાની મુખર્જી જોવા મળશે.

‘યશરાજ ફિલ્મ્સ’ની અપકમિંગ ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ નું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. આ વખતે ઠગના રોલમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શરવરી આ ફિલ્મથી તેનું બોલીવૂડ ડેબ્યુ કરી રહી છે. તેની સાથે જ ફિલ્મમાં એક અન્ય ઠગ જોડી જોવા મળશે. તેમાં સૈફ અલી ખાન અને રાની મુખરજી કન્ફર્મ થઈ ગયા છે. જોકે, પહેલા અભિષેક બચ્ચનને જ અપ્રોચ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે તેણે ફિલ્મનો ભાગ બનવાની ના પાડી દીધી છે. તેમજ સૈફ પણ પહેલાં ફિલ્મ કરવાથી ના પાડી ચૂક્યો છે પરંતુ હવે તે ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગયો છે. સૈફ અને રાની 11 વર્ષ પછી સાથે સ્ક્રીન પર જોવા મળશે.