'મર્દાની 2' એ બોક્સ ઓફિસ પર 40.20 કરોડની કમાણી કરી છે. ત્યારે ફિલ્મની શૂંટિંગને લઈ અભિનેત્રી રાની મુખર્જીનું માનવું છે કે તેમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'મર્દાની 2' એક એવી ફિલ્મ છે જેને બનાવવાનું કાર્ય ખૂબ જ જોખમથી ભરેલું હતુ અને તેમાં મહત્વનું કોઈ ફેક્ટર હોય તો તે છે ફિલ્મની વિષય વસ્તુ...કારણ કે તે એક ગંભીર મુદ્દા પર આધારીત ફિલ્મ છે.
'મર્દાની 2'નું કામ ખૂબ જ જોખમી રહ્યું: રાની મુખર્જી - રાની મુખર્જી
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'મર્દાની 2'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી સાથે વિવેચકો અને દર્શકોની વાહવાહી મેળવવામાં પણ સફળ રહી છે.
રાનીએ કહ્યું કે, 'તમે ફિલ્મ પર નજર કરશો તો તમને ખબર પડશે કે 'મર્દાની 2' એક એવી ફિલ્મ છે જે જોખમથી ભરેલી છે. કારણ કે, તે એક ડાર્ક ફિલ્મ છે. આ ફિલ્મમાં ગંભીર સામાજીક મુદ્દાની વાત કરાયેલી છે. આ કોઈ મસાલા ફિલ્મ નથી.'આ ફિલ્મમાં કિશોરો સામે મહિલાઓ વિરૂદ્ધ ઘૃણાસ્પદ કરાયેલા કૃત્યને ઉજાગર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, રાની મુખર્જી ફિલ્મમાં શિવાની રોયની ભૂમિકા ભજવી રહી છે. રાનીને આ ફિલ્મમાં એક વોન્ટેડ અપરાધીનો પીછો કરતી જોઈ શકાય છે. જે દુષ્કર્મ જેવી ઘટનાઓને ભયાનક રીતે અંજામ આપે છે. આ બાબતને ગંભીર ગણી રાની અપરાધીને 2 જ દિવસમાં પકડવાનો નિર્ણય લે છે. ઉલ્લેખનીય છે કે, 'દબંગ 3'ના રિલીઝ બાદ પણ 'મર્દાની 2' ની કમાણીમાં કોઈ જ ફર્ક પડ્યો નથી.