ગુજરાત

gujarat

ETV Bharat / sitara

2024માં મોદીને PM પસંદ કરવાના ટ્વીટ પર ટ્રોલ થઇ રંગોલી, આપ્યો મુંહતોડ જવાબ - રંગોલીએ જર્નલિસ્ટને આપ્યો મુંહતોડ જવાબ

કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. તેવામાં એકવાર ફરીથી પોતાના ટ્વીટને લઇને ટ્રોલર્સના નિશાના પર આવી છે, પરંતુ આ વખતે તેણીએ બધાને જડબાતોડ જવાબ આપ્યો છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Rangoli Chandel
Rangoli Chandel

By

Published : Apr 13, 2020, 3:01 PM IST

મુંબઇઃ બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના નિવેદનોને લીધે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આ વખતે રંગોલીએ વડાપ્રધાન મોદીને લઇને કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં પણ PM મોદીને વગર ચૂંટણીમાં પણ વડાપ્રધાન બનાવવા જોઇએ. રંગોલીની આ કોમેન્ટ બાદ પણ સોશિયલ મીડિયા પર રંગોલીને ટ્રોલ કરી હતી.

રંગોલીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હવે આપણે ઇકોનોમી ક્રાઇસેસનો સામનો કરવો પડશે. મને આશા છે કે, વડાપ્રધાન મોદી આપણી ઇકોનોમીને 1 અથવા 2 વર્ષમાં ફરીથી સુધારશે, પરંતુ આપણે યાદ રાખવું જોઇએ કે, આપણે ચૂંટણીમાં લાખો રુપિયા ખર્ચ કરીએ છીએ તો આ વખતે વર્ષ 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને જ લીડર તરીકે પસંદ કરીએ.

રંગોલીના આ ટ્વીટ પર એક પછી એક યૂઝર્સની કોમેન્ટ આવવાની શરૂઆત થઇ હતી.

એક યૂઝર અને જર્નાલિસ્ટે રંગોલીને જવાબ આપતા કહ્યું કે, કંગના પોતાના કરિયરને લઇને અસુરક્ષિત છે. ટેલેન્ટ હશે તો પણ કામ મળશે જેમાં સરકારનો કોઇ રોલ નથી.

આ પર રંગોલીએ જવાબ આપતા કહ્યું કે, જો તેની બહેન અસુરક્ષિત હોત તો ટૉપ હીરોઝની ઓફર રિજેક્ટ ન કરત. તેમણે એમ પણ કહ્યું કે, કંગના એ જાણે છે કે, કામ મેળવવા માટે પોલિટિક્સ પાસેથી કોઇ મદદ મળતી નથી. તે સાચાની સાથે ઉભી છે.

વધુમાં જણાવીએ તો આ પહેલા પણ રંગોલી ચંદેલ ટ્રોલર્સનું નિશાન બની હતી. ત્યાં સુધી કે, ટ્વીટરે તેનું એકાઉન્ટ સસપેન્ડ કરવાની ચેતવણી આપી હતી, પરંતુ દરેક વખતની જેમ આ વખતે પણ તેણે બધાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details