ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળતા રંગોલીએ કર્યો સવાલ, જાણો શું કહ્યું? - અનન્યા પાંડે

આસામના ગુવાહાટીમાં ફિલ્મફેર અવોર્ડ-2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ ફંકશનમાં આલિયાને બેસ્ટ એકટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. જેને લઈ રંગોલીએ નારાજગી દર્શાવી ટ્વીટ કર્યુ છે. રંગોલીએ ટ્વીટ કર્યુ કે, સપોર્ટિંગ રોલ માટે લીડ રોલનો અવોર્ડ કેવી રીતે મળી શકે.

ALia
ALia

By

Published : Feb 17, 2020, 8:28 AM IST

મુંબઈઃ ફિલ્મફેર અવોર્ડ 2020માં આલિયા ભટ્ટને ફિલ્મ 'ગલીબોય'માં શાનદાર પ્રદર્શન માટે બેસ્ટ એકટ્રેસ ફિલ્મફેર અવોર્ડ પોતાના નામે કર્યો છે. આ અવોર્ડ માટે 'મણિકર્મિકા' માટે કગંના રનૌત, 'મર્દાની' માટે રાની મુખર્જી અને 'ગુડન્યુઝ' માટે કરીના કપૂરને નોમિનેટ કરવામાં આવ્યાં હતાં.

આલિયા ભટ્ટને આ અવોર્ડ મળવાથી બધા લોકો ખુશ છે. જ્યારે કંગનાની બહેન રંગોલીને આ વાત કયાંક ખટકી છે. રંગોલીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે, ' ગત વર્ષે આલિયાને એવરેઝ પર્ફોર્મન્સ માટે અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જેને હજી એક લાંબી સફર કાપવાની છે. તેમ છતાં તે મુખ્ય ભૂમિકામાં છે. સપોર્ટિંગ રોલ માટે લીડ રોલનો પુરસ્કાર કેવી રીતે મળી શકે, તે મને સમજાતું નથી.'

જો કે, આવું પહેલી વખત નથી થયું કે રંગોલીએ આલિયાને આ રીતે ટ્રોલ કરી હોય. જો કે, રંગોલીએ અનન્યાને પાંડેને એવોર્ડ મળવા પર નારાજગી જતાવી હતી. અનન્યા પાંડેને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' માટે બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. આ અંગે ટ્વીટ કરતાં રંગોલીએ કહ્યું કે, 'આ અવોર્ડની હકદાર રાધિકા મદાન છે નહીં કે અનન્યા પાંડે. તેણીને તેના નામી પિતાનું નામ અને આવી તકો મળતી રહેશે, પરંતુ રાધિકાને તેના કામ માટે થોડી પ્રોત્સાહિત કરવી કરવી જોઈએ. બિચારીનો હક છિનવાઈ ગયો.'

કંગનાની બહેન રંગોલી ચંદેલ હંમેશા કોઈના કોઈ મુદ્દે ટ્વીટ કરી ચર્ચામાં રહેતી હોય છે. આવું પહેલીવાર નથી થયું કે, રંગોલીએ આલિયાને ટ્રોલ કરી હોય. આ અગાઉ પણ રંગોલીએ આલિયા પર સોશિયલ મીડિયામાં શાબ્દિક વાર કર્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details