ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આલિયાએ કંગનાને આપી શુભેચ્છા, રંગોલીએ મજાક ઉડાવતા થઇ ટ્રોલ - Bollywood News

અભિનેત્રી કંગના રનૌતને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જે બાદ આલિયા ભટ્ટે કંગનાને શુભેચ્છા પાઠવતાં એક લેટર અને ફુલોનો એક ગુલદસ્તો મોકલ્યો હતો. જેનો ફોટો શેર કરતાં રંગોલીએ આલિયાની મજાક ઉડાવી હતી, જે બાદ તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ હતી.

Etv Bharat, Gujarati News, Kangna Ranaut, Alia Bhatt, Rangoli Chandel
આલિયાએ કંગનાને આપી શુભેચ્છા

By

Published : Jan 27, 2020, 7:51 PM IST


મુંબઇઃ બૉલિવૂડની બેબાક એક્ટ્રેસના રૂપમાં જાણીતી કંગના રનૌતને ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જે બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી.

'રાઝી' એક્ટ્રેસ આલિયા ભટ્ટે કંગનાને શુભેચ્છા પાઠવતાં એક લેટર અને ફુલોનો ગુલદસ્તો મોકલ્યો હતો. કંગનાની બહેન રંગોલી ચંદેલે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. રંગોલીએ તેનો ફોટો શેર કરતાં ટ્વીટર પર લખ્યું કે, 'આ જુઓ આલિયા જીએ પણ કંગનાને ફુલ મોકલ્યા છે. કંગનાની ખબર નહીં પરંતુ મને ખૂબ જ મજા આવી રહી છે.'

'ગણતંત્ર દિવસ'ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મ નિર્માતા કરન જૌહર, કંગના રનૌત ઉપરાંત ટીવી ક્વિન એક્તા કપૂર, સિંગર સુરેશ વાડેકર, અદનાન સામી, ટીવી એક્ટ્રેસ સરિતા જોશીને પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવીએ તો પદ્મ શ્રી દેશના ચોથા સૌથી મોટા નાગરિક સમ્માન છે.

કંગનાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, 'હું તમામની આભારી છું અને ખૂબ જ ખુશ છું. હું આ પુરસ્કાર માટે પોતાના દેશનો પણ આભાર વ્યક્ત કરૂં છું. હું મારૂ આ સમ્માન તે દરેક મહિલાને સમર્પિત કરવા ઇચ્છું છું, જે સપના જોવાની હિંમત રાખે છે. દરેક દિકરી, દરેક માં અને દરેક મહિલાના તે સપનાનું નામ જે આપણા દેશનું ભવિષ્ય બનાવશે.' પરંતુ કંગનાની બહેન રંગોલીએ આ ટ્વીટ કર્યા બાદ પોતે જ ટ્રોલ થઇ હતી.

રંગોલીના આ ટ્વીટ પર લોકોએ કહ્યું કે, જો સામેથી કોઇ દોસ્તીનો હાથ લંબાવે તો તેને ના ન કહેવી જોઇએ. તો અમુક લોકોએ એમ પણ કહ્યું કે, શું તમે તમારી આખી જીંદગી લોકોની નિંદા કરવામાં વિતાવવા ઇચ્છો છો. શું તમે તમારામાં કોઇ જ બદલાવ કરશો નહીં...

ABOUT THE AUTHOR

...view details