ફિલ્મ 'રાધે'માં રણદીપ વિલનના રોલમાં જોવા મળવાનો છે. તેને રોલ પસંદ આવ્યો છે, અને તેને આ રોલ માટે હા પણ કહીં દીધી છે. પહેલીવાર તેઓ ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. સલમાન અને રણદીપનું બોન્ડિંગ સારૂ છે, અને આ પહેલા બંન્ને સાથે કામ કરી ચુક્યા છે. ચાલુ વર્ષે જ ફિલ્મનું શુટિંગ શરૂ કરવામાં આવશે. જેને પ્રભુદેવા ડિરેક્ટ કરશે.
ફિલ્મના મુહુર્ત શોટ સલમાન સાથે લુનાવાડામાં શુક્રવારે લેવામાં આવશે. સલમાને થોડા સમય અગાઉ જાહેરાત કરી હતી કે ફિલ્મ રાધેને 2020ની ઈદ પર રિલીઝ કરશે.
રાધેને સોહેલ ખાન, રીલ લાઈફ પ્રોડ્ક્શન પ્રાઈવેટ લિમિટેડ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરશે.