ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રણદીપે 'એક્સટ્રેક્શન'થી શેર કરી રિહર્સલ ક્લિપ, હેમ્સવર્થ સાથે કરી રહ્યા છે દમદાર એક્શન - નેટફિલક્સ

અભિનેતા રણદીપ હૂડાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના નેટફ્લિક્સ એક્શન-થ્રિલર ફ્લિક 'એક્સ્ટ્રેક્શન'થી અભિનેતા ક્રિસ હેમ્સવર્થ સાથે કેટલાક એક્શન સિનના રિહર્સલ ક્લિપ શેર કર્યા છે. જેમાં તે એકબીજા સાથે લડી રહ્યા છે.

Randeep Hooda
Randeep Hooda

By

Published : May 4, 2020, 9:01 PM IST

મુંબઇ: 'એક્સ્ટ્રેક્શન'ના ચાહકોને થોડી વધુ એક્શન આપવા માટે બોલીવૂડ અભિનેતા રણદીપ હૂડાએ સોમવારે રિહર્સલ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હોલીવૂડ અભિનેતા ક્રિસ હેમ્સવર્થ સાથે રિહર્સલ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો નેટફ્લિક્સની એક્શન-થ્રિલર ફ્લિક 'એક્સ્ટ્રેક્શન'ના એક્શન સિક્વન્સ માટેના રિહર્સલનો છે.

આ ક્લિપમાં, રણદીપ અને હેમ્સવર્થ બંને હાઇ એનર્જીમાં બતાવવામાં આવ્યા છે અને તે એ સિનનું રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે જેમાં તેઓ એકબીજા વિરુદ્ધ લડી રહ્યા છે.

આ વીડિયો ફિલ્મના ડિરેક્ટર સેમ હૈરગવે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર મૂક્યો છે.

હૈરગવે કેપ્શનમાં લખ્યું છે કે, "તમે કહેતા હતા ને કે તમે કઇ રીતે પ્રેક્ટિસ કરો છો. રણદીપ હૂડા અને ક્રિસ હેમ્સવર્થ 'એક્સ્ટ્રેક્શન' માટે રિહર્સલ કરી રહ્યા છે."

રણદીપે પણ આ ક્લિપને શેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details