મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂર 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતા સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ તેની બહેન રિદ્ધિમા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટરના ફોટા શેર કરતી રહે છે. રિદ્ધિમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર ફેમિલીના ફોટા શેર કરે છે. ત્યારે આ પ્રસંગે રિદ્ધિમાએ અભિનેતા સાથે ઘણા ફોટા શેર કર્યા છે અને તેના ભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
રણબીર કપુરનો આજે 38મો જન્મદિવસ, બહેન રિદ્ધિમાએ પાઠવી શુભેચ્છા - બૉલિવૂડ ન્યૂઝ
આજે બૉલિવૂડ અભિનેતા રણબીર કપુરનો 38મો જન્મદિવસ છે. આ પ્રસંગે બહેન રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
![રણબીર કપુરનો આજે 38મો જન્મદિવસ, બહેન રિદ્ધિમાએ પાઠવી શુભેચ્છા Ranbir Kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8964761-660-8964761-1601264910513.jpg)
રિદ્ધિમાએ રણબીરના ઘણા થ્રોબેક ફોટા શેર કર્યા છે, જેમાં અભિનેતા ખુબ ક્યૂટ જોવા મળી રહ્યો છે. ફોટામાં ઋષિ કપૂર પણ જોવા મળી રહ્યો છે. રિદ્ધિમાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે - હેપ્પીએસ્ટ બર્થડે ઓસમનેસ. હું તને ખુબ જ પ્રેમ કરું છું. રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરી પર ફોટા શેર કર્યા છે અને કેટલાક ફોટાઓનો કોલાજ પણ પોસ્ટ કર્યો છે. જેમાં ભાઈ રણબીર સાથે રિદ્ધિમાની ક્યૂટ બોન્ડિંગ જોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કરીના કપૂરે પણ પોતાનો 40 મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. ઋષિ કપૂરના અવસાનના આઘાતથી કપૂર પરિવાર બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 30 એપ્રિલ, 2020 ના રોજ કેન્સર સાથે લાંબી લડત લડ્યા બાદ ઋષિ કપૂરે વિશ્વને અલવિદા કહ્યું હતું.