ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાણો કેમ લોકો સોશિયલ મીડિયા પર રણબીર કપૂરને કરી રહ્યા છે ટ્રોલ - ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ

રણબીર કપૂરને કેટલાક લોકો સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે કે, તે પિતા ઋષિ કપૂરના નિધન બાદ તેની માતા નીતૂ કપૂર સાથે રહેવાને બદલે તેની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે રહે છે. ટ્રોલરોએ રિદ્ધિમા અને રણબીરની તુલના પણ કરી હતી.

સોશિયલ મીડિયા પર રણબીર કપૂર થયો ટ્રોલ
સોશિયલ મીડિયા પર રણબીર કપૂર થયો ટ્રોલ

By

Published : May 15, 2020, 11:52 PM IST

મુંબઇ: ઋષિ કપૂરના નિધન બાદ 12 મેના રોજ સ્ટારની તેરમી કરવામાં આવી હતી. અભિનેતા માટે આયોજિત પ્રાર્થના સભામાં કપૂર પરિવાર અને નજીકના લોકો પહોંચ્યા હતા. રણબીર અને તેની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ, જેઓ આ દુ: ખી સમય દરમિયાન અભિનેતાનો ટેકો છે,તેઓને એક સાથે કારમાં બેસીને તેમના ઘરે જતા જોવા મળ્યા હતા.

પિતાના નિધન બાદ રણબીર તેની માતા નીતુ કપૂરની સાથે રહેવાની બદલે તે આલિયા ભટ્ટ સાથે રહે છે,જેથી લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું, 'રણબીર તેની માતા સાથે ઘરે હોવો જોઈએ. માતા હંમેશાં તેને પ્રેમ કરે છે, શા માટે તેણે તેની માતાને આવા સમયમાં એકલા છોડી દીધું છે.બીજા એક યૂઝરે કહ્યું, "કેમ તે તેના પરિવાર સાથે નથી રહેતા, રિદ્ધિમા તો દિલ્હીથી આવી ગઇ.. ખૂબ દુ :ખની વાત છે .."

એકે લખ્યું, 'તમે આલિયા સાથે મહેમાનની જેમ આવો છો, શર્મ કરો.'

લોકડાઉનના શરૂઆતના દિવસોમાં આલિયા અને રણબીરનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં બંને તેમના કૂતરાને ફેરવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details