મુંબઇ : અભિનેતા રણબીર કપૂરે રવિવારે પોતાના હાથમાં કેળુ લઇ ફોટોગ્રાફર્સને ફની પોઝ આપ્યો હતો. ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોમાં રણબીરને પૈપરાજી માટે પોઝ આપતા જોવા મળ્યો હતો. અભિનેતા પોતાના ફુટબોલ મેચના પ્રેક્ટિસ સેશન માટે સોકર ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી રહ્યો હતો, ત્યારે ફની વાત તો એ છે કે, રણબીરથી વધારે તેના હાથમાં જે કેળુ હતું લોકોનું ધ્યાન તેના પર વધારે કેન્દ્રીત થયું હતું.
રણબીર કપૂરે કેળા સાથે આપ્યો પોઝ, ફેન્સે કરી ફની કોમેન્ટ - સ્પોર્ટસ લુક
રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પોર્ટસ લુકમાં તે જોવા મળી રહ્યો છે. અભિનેતાએ ચહેરા પર કેળું રાખીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. આ વાયરલ વીડિયો પર લોકોએ ખુબ મજેદાર કોમેન્ટ કર્યાં હતાં.
રણબીર કપૂરે કેળા સાથે આપ્યો પોઝ,ફેન્સે કરી ફની કોમેન્ટ
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો પર રિએક્ટ કરતા એક યૂઝરે લખ્યું કે, "ફિટનેસનું સીક્રેટ".તો એક અન્ય યૂઝરે લખ્યું કે,"LOL". અભિનેતાની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો તેની છેલ્લી ફિલ્મ "સંજૂ" હતી. આ ફિલ્મને રાજકુમાર ઈરાની દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું હતું. અભિનેતા અયાન મુખર્જીની ફિલ્મ "બ્રહ્માસ્ત્ર"માં તે જોવા મળશે.તો આ સિવાય તેની ફિલ્મ "શમશેરા"માં તે મુખ્ય પાત્રમાં જોવા મળશે.