ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Ranbir Kapoor And Alia Bhatt Wedding Date: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું મુહર્ત આખરે નીકળી જ ગયું - Film Brahmastra Release date

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ હવે તો એ સાંભળીને થાક્યાં છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ તારીખે લગ્ન કરશે (Ranbir Kapoor And Alia Bhatt Wedding), પરંતુ હવે તો ફાઇનલ ફેન્સની રાહનો અંત આવી ગયો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ તારીખે લગ્ન (Ranbir Kapoor And Alia Bhatt Wedding Date) કરશે.

Ranbir Kapoor And Alia Bhatt Wedding Date: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું મુહર્ત આખરે નીકળી જ ગયું
Ranbir Kapoor And Alia Bhatt Wedding Date: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું મુહર્ત આખરે નીકળી જ ગયું

By

Published : Mar 12, 2022, 11:59 AM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના ટોપ લવબર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણા સમયથી ચર્ચામાં છે કે, કપલ આજે કરે લગ્ન કાલ કરે, ત્યારે હવે ફાઇનલ રણબીર અને આલિયાના લગ્ન (Ranbir Kapoor And Alia Bhatt Wedding) નું મુહર્ત નીકળી જ (Ranbir Kapoor And Alia Bhatt Wedding Date) ગયું. જો કે એક વખત રણબીર કપૂરે જણાવ્યું હતું કે, જો કોરોના ન આવ્યો હોત તો અમે ગયા વર્ષે લગ્ન કરી લીધા હોત.

જાણો કપલ ક્યારે અને કઇ તારીખે કરશે લગ્ન

કપલના ફેન્સ માટે એક ખુશખબરી છે કે, રણબીર અને આલિયા આ વર્ષે સેટલ થઈ જશે. રણબીર અને આલિયા આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે. અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે, આ કપલ આવતા મહિને એપ્રિલમાં સાત ફેરા લેશે, જ્યારે હવે એવું અનુમાન છે કે, રણબીર-આલિયાના પરિવારે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરાવાનો નિર્ણય લીધો છે.

Ranbir Kapoor And Alia Bhatt Wedding Date: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું મુહર્ત આખરે નીકળી જ ગયું

આ પણ વાંચો:Falguni Pathak Birthday: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આ સંઘર્ષ વિશે જાણો

રણબીર-આલિયા આ બંગલામાં સપનાની દુનિયા બનાવશે

હાલ મુંબઈના પાલીમાં કપૂર પરિવારના બંગલામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જો કે તેનું કામ પૂરું થતાં 18 મહિનાનો સમય લાગશે. અહેવાલ છે કે, રણબીર અને આલિયા લગ્ન પછી આ બંગલામાં પોતાની સપનાની દુનિયા બનાવશે. લગ્ન પહેલા આલિયા અને રણબીર ફિલ્મ 'બ્રહ્માસ્ત્રમાં' સાથે જોવા મળશે. ફિલ્મ 'બ્રહ્માસ્ત્રમાં' સપ્ટેમ્બરમાં રિલીઝ (Film Brahmastra Release date) થવા જઈ રહી છે.

રણબીર-આલિયા પ્રથમવાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે

આ પહેલીવાર હશે, જ્યારે આલિયા અને રણબીર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ ઘણા સમયથી બની રહી છે, જ્યારે આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત, અમિતાભ બચ્ચન, મૌની રોય અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં હશે.

આ પણ વાંચો:The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details