બોલીવુડમાં 'સાવરિયા'ના ચોકલેટ બોયથી માંડીને 'સંજુ' ફિલ્મમાં સંજય દતની એક્ટિંગનું જોર બતાવ્યું છે. તેમની ઓફ સ્ક્રિન પર્સનાલિટીમાં તે લવર બોય તરીકે ઓળખાય છે. જેની ઝલક તેની ફિલ્મોમાં પણ ક્યારેક દેખાઈ આવે છે.
આ જનરેશનના ટોચના એક્ટર્સમાંથી એક એવા રણબીર કપૂર પોતાના કરીયરમાં કેટલાયે ઉતાર ચઢાવ પણ જોઈ ચૂક્યો છે. જેમ કે, 'બેશરમ', 'રૉય', 'બોમ્બે વેલ્વેટ'...આ ફિલ્મો ફ્લોપ ગઈ હતી. જેમાં ચાહકોનો ફિક્કો પ્રતિસાદ મળ્યો હતો. એક સમય એવો પણ આવ્યો કે, રણબીરની ફિલ્મો પસંદ કરવાની ચોઈસ અને તેમના એક્ટિંગ ટેલેન્ટ પર પણ પ્રશ્રો ઉભા થવા લાગ્યા.
પરંતુ બોલિવૂડના આ રોકસ્ટારે પોતાને દરેક સ્ટેજ પર મનોબળ તૂટવા દીધાં વિના પોતાના ટેલેન્ટને સાબિત પુરવાર કર્યું. રણબીર કપૂરે પોતાના કરિયરની શરુઆત સંજય લીલા ભણસાલી સાથે આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કરી. જેના તરત જ તેણે 2007માં આવેલી ફિલ્મ 'સાવરિયા' માં અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ કરી જેના માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
જેના બાદ તેઓએ 'વેક અપ સિડ', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર' જેવી ફિલ્મોમાં કામ કરીને પ્રસિદ્ધી મેળવી. આ ફિલ્મોમાં કામ કરીને તેમની એક્ટિંગ માટે રણબીરને ફિલ્મફેયર દ્વારા શ્રેષ્ઠ અભિનેતા (વિવેચક) એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી ફિલ્મ 'રાજનીતી' (2010) માં તેમણે એક ઉભરતા રાજકારણીની ભૂમિકા ભજવી જેણે રણબીરને બોલીવુડમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે સંપૂર્ણ રીતે સ્થાપિત કરી દીધો.
અભિનેતાએ પોતાના કરિયરમાં કેટલીયે હિટ ફિલ્મો આપી છે જેણે તેમની સાવરિયાને લઈને લવર બોયની ઈમેજ બદલીને વર્સેટાઈલ એક્ટરની કરી દીધી. 'રોકસ્ટાર', 'બર્ફી', 'તમાશા', 'એ દિલ હૈ મુશકિલ', 'યે જવાની હૈ દિવાની' અને 'અંજાના અંજાની' એવી કેટલીક ફિલ્મો છે જેણે રણબીર કપૂરને તેના સમયના અભિનેતાઓની લીગમાં સૌથી આગળ બનાવ્યો છે અને તેની સાથે તેમણે તેને વર્સેટાઈલ એક્ટર્સની શ્રેણીમાં પણ આગળ કરી દીધો.