આ ચેલેન્જમાં હસવાના અલગ-અલગ પ્રકાર હોવા જોઈએ. 'લેઝ' અનુસાર આ ચેલેન્જનો વીડિયો 5 અરબ વખત જોવામાં આવ્યો છે. તેમજ 72 કલાકમાં 10,000 યૂઝર્સે વીડિયો બનાવ્યો છે.
ટિક-ટૉક પર આલિયા અને રણબીર ચેલેન્જ આપતાં જોવા મળ્યા... - રણબીર કપૂર ન્યૂઝ
મુંબઈઃ બૉલીવુડ અભિનેતા અને 'લેઝ' ચિપ્સના બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટિક-ટૉક પર જોવા મળશે. તેઓનો ડ્યુએટ વીડિયો લોકોને ચેલેન્જ આપશે. આ વીડિયો માત્ર 3 દિવસમાં 5 અરબથી વધુ વખત જોવાયો છે. જેમાં તેઓ 'સ્માઈલ દે કે દેખો' ચેલેન્જ આપતાં જોવા મળે છે. આ ચેલેન્જમાં યૂઝર્સે ઓછા ઓછી 10 સેકંડમાં સૌથી વધુ વખત હસવાનું રહેશે. જે સૌથી વધુ વખત સુધી હસશે. તે વિજેતા બનશે.
વીડિયોમાં રણબીર સ્માઈલ પેકની સાથે પોઝ આપતાં અને વિવિધ હાવ-ભાવ આપવાની સાથે હસતા જોવા મળે છે. અભિનેતા ચેલેન્જવાળા વીડિયોમાં હસતાં, આંખ મારીને હસતાં અને પાઉટ કરતાં જોવા મળે છે. આલિયાનો પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સ્માઈલ કરતી જોવા મળે છે.
આલિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ 'સડક-2' અને 'ગંગૂબાઈ કાઠિયાવાડી' નામની ફિલ્મમાં કામ કરશે. હાલ, તે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં કામ કરી રહી છે. જેને અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે. જેમાં અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.