ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડમાં લાંબા સમયથી ન દેખાયેલી અભિનેત્રી રામ્યા કૃષ્ણનને જણાવ્યું આ કારણ... - ખલનાયક', 'ક્રિમિનલ', 'શપથ

અભિનેત્રી રામ્યા કૃષ્ણન લાંબા સમયથી બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળી નથી. તેના વિશે અભિનેત્રીએ કહ્યું કે, તેની ફિલ્મો સારું પ્રદર્શન કરી રહી ન હતી. તેથી તેણે કંઈપણ ઓફર સ્વીકારી ન હતી.

બોલીવુડમાં લાંબા સમયથી ન દેખાયેલી અભિનેત્રી રામ્યા કૃષ્ણનને જણાવ્યું આ કારણ
બોલીવુડમાં લાંબા સમયથી ન દેખાયેલી અભિનેત્રી રામ્યા કૃષ્ણનને જણાવ્યું આ કારણ

By

Published : Jun 17, 2020, 9:28 PM IST

મુંબઇ: 'બાહુબલી' ફિલ્મમાં શિવગામી દેવીનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી અભિનેત્રી રામ્યા કૃષ્ણનને 90ના દાયકામાં બોલિવુડની કેટલીક ફિલ્મો કરી હતી, પરંતુ પ્રેક્ષકોએ તેમને ઘણા સમયથી હિન્દી ફિલ્મમાં જોયા નથી.

અભિનેત્રીએ 'ખલનાયક', 'ક્રિમિનલ', 'શપથ' અને 'બડે મિયા છોટે મિયાં' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી સારી ફિલ્મો કર્યા પછી પણ તમે બોલિવૂડમાંથી બ્રેક કેમ લીધો?

અભિનેત્રીએ IANSને કહ્યું કે, "મેં બ્રેક નથી લીધો. હકીકતમાં, મારી ફિલ્મો સારું પ્રદર્શન કરી રહી ન હતી. તેથી મેં કોઈ પણ ઓફર સ્વીકારી ન હતી. આ દરમિયાન, હું દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક સારું કામ કરી રહી હતી. "

અભિનેત્રીની એક તેલુગુ-હિન્દી ફિલ્મ આવી રહી છે, જેમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે છે. સ્વાભાવિક છે કે, તે ફિલ્મને લઈને ઉત્સાહિત છે.

કરન જોહર આ ફિલ્મના સહ નિર્માતા છે. તેમજ ફિલ્મના દિગ્દર્શક પુરી જગન્નાથ છે. વધુમાં અભિનેત્રીએ કહ્યું કે, આ ફિલ્મ ‘બાહુબલી’ ની જેમ જ બનશે. આ ફિલ્મની શૂટિંગ 50 ટકા પૂરું થઈ ચૂક્યું છે. ત્યાર પછીનું શુટિંગ લોકડાઉન પછી કરીશું.ઉપરાંત, અભિનેત્રીની વેબ સીરીઝ ‘ક્વિન’ ઝી ટીવી પર આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details